કરીના ફેબ્રુઆરીમાં બીજા સંતાનને જન્મ આપશેઃ સૈફ

મુંબઈઃ બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ કરીના કપૂર ખાન ફેબ્રુઆરીમાં ફરી એક વાર પેરેન્ટ્સ બનવાના છે. કેટલાક મહિના પહેલાં તેમણે એ જાહેરાત કરી હતી કે તૈમૂર અલી ખાન ટૂંક સમયમાં મોટો ભાઈ બની જશે. એવા અહેવાલ હતા કે કરીના કપૂર ખાન બીજા બેબીને જન્મ આપશે. સૈફ અલી ખાને એ વાતની ખાતરી કરી હતી કે કરીના બેબીને લઈ ઘણી ઉત્સાહિત છે અને ગર્ભાવસ્થાને લઈને તે ઘણી કેઝ્યુઅલ છે.

એક વાતચીતમાં સૈફ અલી ખાને કહ્યું હતું કે બીજું બેબી ફેબ્રુઆરીમાં આવવાનું છે. બધું બહુ શાંતિથી ચાલી રહ્યું છે. મને નથી લાગતું કે બીજા બેબીને લઈને અમે જરા પણ ગભરાતા નથી. આ એક મોટી જવાબદારી છે, પરંતુ સાચું કહું તો એ સારું થશે. બેબી તૈમુર સાથે ઘરમાં તે દોડશે અને હું ખુશ રહીશ.

કરીના કપૂર ખાને જ્યારે તૈમૂર અલી ખાનને જન્મ આપ્યો હતો, ત્યારે તેના નામને લઈને ઘણો વિવાદ થયો હતો. આ વખતે સૈફ અલી ખાને બેબીનું નામ વિચાર્યું. તે સમયની સાથે આગળ વધવા ઇચ્છે છે. હું અને કરીના તેનું નામ નક્કી કરીશું, એમ સૈફે જણાવ્યું હતું.

 

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]