અક્ષયકુમારે મોબાઈલ ગેમ FAU-G લોન્ચ કરી

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા અક્ષયકુમારે આજે દેશના 72મા પ્રજાસત્તાક દિન નિમિત્તે મોબાઈલ એક્શન ગેમ ફીયરલેસ એન્ડ યુનાઈટેડ ગાર્ડ્સ (ફૌજી, FAU-G) લોન્ચ કર્યાની સોશિયલ મિડિયા મારફત જાહેરાત કરી છે.

અક્ષયે એક એનિમેટેડ ટ્રેલર સાથે ગેમ રિલીઝ કરી છે. આ ગેમ બેંગલુરુસ્થિત સ્ટુડિયો એન્ગોર ગેમ્સે ડેવલપ કરી છે. આ ગેમની પરિકલ્પના ખુદ અક્ષયકુમારની જ છે. આ FAU-G ગેમ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે, પરંતુ iOS યૂઝર્સ આને ડાઉનલોડ કરી શકશે કે નહીં એ હજી સ્પષ્ટ થયું નથી. હાલ આ ગેમ માત્ર એન્ડ્રોઈડ યૂઝર્સ માટે જ ઉપલબ્ધ છે. ગયા વર્ષના સપ્ટેમ્બરમાં ભારત સરકારે PUB-G ગેમ પર પ્રતિબંધ મૂક્યા બાદ અક્ષયકુમારે FAU-G ગેમ બનાવવાની જાહેરાત કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]