‘બ્લર’ ફિલ્મનું ટીઝરઃ તાપસી પન્નૂનો ડરામણો લુક

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નૂએ તેની આગામી ફિલ્મ સાઈકોલોજિકલ થ્રિલર ‘બ્લર’નું પહેલું ટીઝર સોશ્યલ મીડિયા પર રિલીઝ કર્યું છે. દેખીતી રીતે જ, ફિલ્મના ટાઈટલને અનુરૂપ, આ ટીઝરમાં તાપસીનું પાત્ર કંઈક એવું છે જેને ચોખ્ખું દેખાતું નથી, તેથી એનું જીવન ધૂંધળું છે. તાપસીએ આ ફિલ્મમાં ગાયત્રી નામની યુવતીનો રોલ કર્યો છે. ટીઝરમાં એનાં લુક પરથી કહી શકાય કે આ ફિલ્મ દર્શકોને સસ્પેન્સ અને થ્રિલરનો ડબલ ડોઝ આપશે.

આ ફિલ્મ 9 ડિસેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ રિલીઝ થનાર છે.

https://www.instagram.com/p/ClapbwRo3iV/

https://www.instagram.com/p/ClSy1fXoqGC/