શાહી લગ્નમાં મહેમાનોએ રાજસ્થાની, ગુજરાતી વ્યંજનોનો આસ્વાદ માણ્યો

નવી દિલ્હીઃ વિક્કી કૌશલ અને કેટરિના કૈફનાં લગ્નની ઊલટી ગણતરી શરૂ થઈ ગઈ છે. હવે થોડા સમયમાં બંને લગ્નનાં બંધનમાં બંધાશે. બંનેનાં લગ્ન સવાઈ માધોપુર જિલ્લાના ચોથા બરવાડાના બરવાડા ફોર્ટના સિક્સ સેન્સ રિસોર્ટમાં થશે. આ શાહી લગ્નમાં ખાવાથી માંડીને ડેકોરેશન સુધી બંધું હટકે થવાનું છે. આ શાહી લગ્નમાં મહેમાનો માટે સ્થાનિક મીઠાઈની દુકાન દ્વારા તૈયાર રાજસ્થાની અને ગુજરાતી વ્યંજનોનો આસ્વાદ લઈ રહ્યા છે.

સવાઈ માધોપુર સ્થિત દુકાન જનતા જોધપુર સ્વીટ હોમે રિસોર્ટમાં 10 પ્રકારની મીઠાઈ મોકલી છે.આ શાહી લગ્ન આજે થશે, પણ એ પહેલાં સંગીત સમારોહ મંગળવારે અને બુધવારે પીઠી ચોળવાનો સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો.

જનતા જોધપુર સ્વીટ હોમના અર્જુન ઉપાધ્યાયે કહ્યું હતું કે જોધપુરની મશહૂર ડિશ ‘માવા કચોરી’ અને બિકાનેરની ‘ગોંડ પાક’ના સ્વાદથી મહેમાનો ખુશ છે. મહેમાનોને નાસ્તામાં ગુજરાતી ‘ઢોકળાં’ પણ પીરસવામાં આવ્યાં હતાં. આ સિવાય ‘સમોસા’, ‘કચોરી’ અને ‘ઢોકળાં’ હલ્દીના પ્રસંગમાં હોટલમાં મોકલવામાં આવ્યા હતા. આ લગ્ન સ્થળે આશરે 80 કિલો વજનની 10 પ્રકારની મીઠાઈઓ મોકલવામાં આવી હતી, જેમાં ‘મગની દાળની બરફી’, ‘ગુજરાતી બાખલ્યા’, ‘કાજુ પાન’ અને ‘ચોકો બાઇટ’ સામેલ છે. ગુરુવારે મીઠાઈ સિવાય ‘સમોસા’, ‘ઢોકળાં’નાં 100 પીસ લગ્ન સ્થળે મોકલવામાં આવ્યાં હતાં.