સોનમ પિતાને મળતાં ભાવુક થઈ, વિડિયો વાઇરલ

મુંબઈઃ સોનમ કપૂર મંગળવારે લંડનથી મુંબઈ પરત ફરી હતી અને પિતા અનિલ કપૂર તેને રિસીવ કરવા એરપોર્ટ પહોંચ્યા હતા. કેટલાક મહિનાઓ પછી પિતાને મળતાં સોનમ ભાવુક થઈ ગઈ હતી. સોનમના એરપોર્ટના ફોટો અને વિડિયોઝ સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.

સોનમ છેલ્લા કેટલાક સમયથી પતિ આનંદ આહુજાની સાથે લંડનમાં રહી રહી છે. તેણે કોરોના રોગચાળાના પ્રારંભના દિવસો દિલ્હી અને મુંબઈમાં વિતાવ્યા હતા અને ગયા વર્ષે જુલાઈમાં લંડન પરત ફરી હતી. આ વર્ષના પ્રારંભમાં તેણે આવનારી ફિલ્મ થ્રિલર ‘બ્લાઇન્ડ’નું શૂટિંગ સ્કોટલેન્ડમાં કર્યું હતું.

એપ્રિલમાં સોનમે લંડનથી આનંદની સાથે એક ફોટો શેર કર્યો હતો અને જણાવ્યું હતું કે તે ભારત અને ખાસ કરીને મુંબઈ પરત ફરવા તરસી રહી છે.

આ દરમ્યાન અનિલે હાલમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે દરેક માતાપિતાની જેમ મારી પત્ની સુનીતા અને મને મારાં બાળકોની યાદ આવે છે, જ્યારે તેઓ દૂર હોય છે અને અમે સતત તેની ચિંતા કરીએ છીએ, પણ અમે એ પણ માનીએ છીએ કે આપણે ભાગ્યશાળી છીએ કે આપણે ટેક્નોલોજીના યુગમાં રહી રહ્યા છીએ, જે આપણને તેમને જોવા અને વાત કરવા સક્ષમ બનાવે છે, જેથી આપણે તેમના માટે ચિંતિત થઈએ છીએ, ત્યારે એક મોટી રાહત થાય છે.સોનમ એક કોરિયાઈ ક્રાઇમ-થ્રિલરની રિમેક ‘બ્લાઇન્ડ’માં દેખાશે. આ વર્ષના પ્રારંભમાં એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેણે બહુ મુશ્કેલ પણ સંતોષજનક ફિલ્મ કહી હતી. આ ફિલ્મને શોમ મખિજાએ ડિરેક્ટ કરી છે.

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]