મુંબઈઃ જાણીતા ગાયક શાનની માતા સોનાલી મુખરજીનું નિધન થયું છે. આ સમાચાર અન્ય ગાયક કૈલાશ ખેરે સોશિયલ મિડિયા માધ્યમથી આપ્યા છે અને શોક વ્યક્ત કર્યો છે. ખેરે એક ટ્વીટમાં લખ્યું છે કે, શાનના માતાનું નિધન થયું છે. દિવંગત આત્માને શાંતિ મળે એવી ઈશ્વરને પ્રાર્થના. ત્રણેય લોકના સ્વામી ભગવાન શંકરને પ્રાર્થના કરું છું કે અમારા ભાઈ શાનના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
સોનાલી મુખરજીએ 1970થી 2000ની સાલ સુધી અનેક ફિલ્મી ગીતો માટે કોરસ સિંગર તરીકે કામ કર્યું હતું.
