સિદ્ધાર્થે ચોતરફથી ટીકાઓ પછી સાઇનાની માફી માગી

નવી દિલ્હીઃ સાઇના નેહવાલને લઈને કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ટીકાઓના શિકાર થનાર એક્ટર સિદ્ધાર્થે બેડમિન્ટન ખેલાડીથી માફી માગી લીધી છે. એક્ટરે છઠ્ઠી જાન્યુઆરીએ નેહવાલની પોસ્ટને રિટ્વીટ કરી હતી, જેમાં તેણે પાંચમી જાન્યુઆરીએ પંજાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક પર ચિંતા વ્યક્ત કરી હતી.આ ટ્વિટર પરની પોસ્ટ કરવામાં કરવામાં આવેલા માફીનામામાં સિદ્ધાર્થે કહ્યું હતું કે ડિયર સાઇના, હું મારી અસભ્ય મજાક માટે તમારાથી માફી માગવા ઇચ્છું છું, જે મેં કેટલાક દિવસો પહેલાં તમારા ટ્વીટના જવાબમાં લખી હતી. મારો તમારા કરતાં ભિન્ન મત હોઈ શકે. મારું ટ્વીટ હું વાંચું છું તો મારી હતાશા અથવા ગુસ્સો મારા શબ્દોમાં મારી લાગણીને રજૂ નહીં કરી શક્યો. મને માલૂમ છે કે હું એનાથી વધુ દયાળુ છું.

https://twitter.com/Actor_Siddharth/status/1480962679032324097

સિદ્ધાર્થે મજાક માટે માફી કરતાં કહ્યું હતું કે મજાક કરવા માટે…કોઈ મજાકને સમજાવવાની જરૂર છે. પણ એ બહુ સારી મજાક નહોતી. મને આ મજાક માટે ખેદ છે. મારો કોઈ દુર્ભાવનાપૂર્ણ ઇરાદો નહોતો અને હું મહિલાઓનું સન્માન કરું છું, એમ સિદ્ધાર્થે સ્પષ્ટ કર્યું હતું. તેણે તેનો પત્ર સાઇના સ્વીકાર કરશે, એમ કરીને પૂરો કર્યો હતો. મને આશા છે કે મારા પત્રનો સાઇના સ્વીકાર કરશે અને ઇમાનદારીથી કહ્યું છે કે તમે હંમેશાં મારી ચેમ્પિયન રહેશો.

સાઇનાના પિતા હરવીર સિંહ નેહવાલે કહ્યું હતું કે સિદ્ધાર્થે તેમની સામે ટિપ્પણી કર્યા પછી ભારતીય શટલર નાખુશ છે. સિદ્ધાર્થની અભદ્ર ટિપ્પણી કરી હતી, હું એની ટીકા કરું છું અમારો પરિવાર વાસ્તવમાં પરેશાન છે અને સાઇના પણ ઉદાસ છે.