શિલ્પા શેટ્ટી તરફથી શિર્ડીના સાઈબાબાને સોનાનો મુગટ અર્પણ

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ તેનાં પરિવારસહ શિર્ડીના સાઈબાબાનાં દર્શન કર્યાં હતાં.

એ પ્રસંગે શિલ્પાએ 800 ગ્રામ સોનાનો મુગટ સાઈબાબાની મૂર્તિને દાનમાં આપ્યો હતો.

આ મુગટની કિંમત આશરે 25 લાખ રૂપિયા છે.

મંદિરની મુલાકાત વખતે શિલ્પાનાં પતિ રાજ કુન્દ્રા, પુત્ર, માતા સુનંદા શેટ્ટી અને બહેન શમિતા શેટ્ટી પણ હાજર હતાં.

શિલ્પા શેટ્ટી સાઈબાબાની મોટી ભક્ત છે. એ વર્ષમાં એકાદ વાર તો સાઈબાબાનાં મંદિરમાં દર્શન કરવા આવે છે.

શિલ્પા તથા એનાં પરિવારજનોએ મંદિરમાં આરતી પણ કરી હતી અને ત્યારબાદ સોનાનો મુગટ અર્પણ કર્યો હતો.

મુગટ અર્પણ કર્યાં બાદ શિલ્પાએ કહ્યું હતું કે ભગવાનને કેટલા રૂપિયાનું દાન કર્યું એ મહત્ત્વનું નથી, પણ ભગવાન પર તમને કેટલી શ્રદ્ધા અને વિશ્વાસ છે એનું મહત્ત્વ છે.

શિલ્પાએ મંદિરમાં દર્શન પ્રસંગની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. એણે કેપ્શનમાં લખ્યું છે કે મને આજ સુધી તમે જે કંઈ આપ્યું છે એ બધાય માટે હું તમારી ઋણી છું. તમારી કૃપાને લીધે જ હું અને મારું કુટુંબ સુરક્ષિત છે. માટે જ હું મારું શીશ તમારા ચરણમાં ઝૂકાવું છું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]