શાહરૂખની ‘પઠાણ’ લેહના ઈનફ્લેટેબલ થિયેટરમાં રિલીઝ કરાઈ

શ્રીનગરઃ શાહરૂખ ખાન, દીપિકા પદુકોણ અભિનીત આજથી રિલીઝ થયેલી ‘પઠાણ’ ફિલ્મને કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના પાટનગર લેહમાં હવાથી ફૂલાવેલા (ઈનફ્લેટેબલ) થિયેટરમાં બતાવવામાં આવી રહી છે. દરિયાની સપાટીથી 11,562 ફૂટની ઉંચાઈ પર આવેલા લેહના પિક્ચર ટાઈમ ડિજિપ્લેક્સમાં ‘પઠાણ’ રિલીઝ કરવામાં આવી છે અને એડવાન્સ બુકિંગમાં ધસારો  થયો છે. આવી જ રીતે અરૂણાચલ પ્રદેશમાં પણ આ ફિલ્મ રજૂ કરવામાં આવી રહી છે.

(તસવીર સૌજન્યઃ @PictureTime4)

‘પઠાણ’માં શાહરૂખે ગુપ્તચર એજન્ટનો રોલ કર્યો છે. ફિલ્મમાં જોન અબ્રાહમ, ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણા પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ફિલ્મના ‘બેશરમ રંગ’ ગીતમાં દીપિકાએ પહેરેલી બિકિનીનાં કેસરી રંગ સામે સામે વિરોધ થતાં આ ફિલ્મનો ઘણા દિવસથી વિવાદ થયો હતો. પરંતુ હવે આ ફિલ્મ આજથી દેશભરમાં થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે અને એડવાન્સ બુકિંગમાં રેકોર્ડ્સ તોડી રહી છે.