‘પઠાણ’નું ‘બેશર્મ રંગ’ ગીત; ઘણાને વલ્ગર લાગ્યું છે

મુંબઈઃ એક ટીઝર બહાર પાડ્યા બાદ ‘પઠાણ’ ફિલ્મના નિર્માતાઓએ હવે ‘બેશર્મ રંગ’ ગીતનો વીડિયો યૂટ્યૂબ તથા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર રિલીઝ કર્યો છે. ગીતમાં દીપિકા પદુકોણની હોટ બોડી, એની કામુક-લોલુપ અદા જોવા મળે છે. દીપિકા સેક્સી દેખાય છે, જ્યારે શાહરૂખ ખાન ડેપર લુકમાં છે. ગીતને વિશાલ-શેખરની જોડીએ કમ્પોઝ કર્યું છે અને કુમારે લખ્યું છે. ગીતને સ્પેનિશ ટચ આપવામાં આવ્યો  છે. ગીતમાં શિલ્પા રાવ, કારાલીઝા મોન્ટેરો, વિશાલ અને શેખરે સ્વર આપ્યો છે. ગીતને લાખો હિટ્સ મળ્યાં છે. જોકે ઘણા નેટયૂઝર્સે ગીતને અશ્લીલ ગણાવ્યું છે. એમને દીપિકાનાં ડાન્સ મૂવ્સ વલ્ગર લાગ્યા છે.

જાસૂસીને લગતી વાર્તા પર આધારિત ‘પઠાણ’ ફિલ્મમાં શાહરૂખ ખાને જાસૂસનો રોલ કર્યો છે. એની સાથે દીપિકા પદુકોણ અને જોન અબ્રાહમ છે. ફિલ્મ 2023ની 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.