શાહરૂખ, પુત્રી સુહાનાએ શિર્ડી સાઈબાબા મંદિરમાં દર્શન કર્યાં

શિર્ડી: બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન અને તેની પુત્રી સુહાના ખાને ગુરુવારે મહારાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ શિર્ડી જઈને સાઈ બાબા મંદિરમાં દર્શન કર્યા હતા.

શાહરૂખની નવી ફિલ્મ આવી રહી છે ‘ડંકી’. તેની સફળતા માટે સાઈબાબાના આશીર્વાદ મેળવવા તે શિર્ડી મંદિરે ગયો હતો. આ પહેલાં તે માતા વૈષ્ણોદેવી અને તિરુપતિ બાલાજી મંદિરે પણ ગયો હતો. ગણેશચતુર્થી વખતે એ મુંબઈમાં લાલબાગચા રાજા ગણપતિ મંડળની મુલાકાતે ગયો હતો.

શાહરૂખની પુત્રી સુહાનાની પહેલી ફિલ્મ હાલમાં જ રિલીઝ થઈ હતી – ‘ધ આર્ચિસ’. આ ફિલ્મ ગઈ 7 ડિસેમ્બરે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. સુહાનાનાં અભિનય વિશે મિશ્ર પ્રતિભાવ આવ્યા છે. કેટલાકે સ્ક્રીન પર એની હાજરીને પસંદ કરી છે તો કેટલાકને એની એક્ટિંગ દમ વગરની લાગી છે.