સલમાન, જોનની ફિલ્મોની સામસામે ટક્કર થવાની શક્યતા

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સરકારે થિયેટરો ખોલવાની ઘોષણા કર્યા પછી કેટલાય ડિરેક્ટરોએ પોતપોતાની ફિલ્મની રિલીઝ તારીખોનું એલાન કરી દીધું છે. સલમાન ખાન અને આયુષ શર્મા અભિનિત ફિલ્મ ‘અંતિમ-ધ ફાઇનલ ટ્રુથ’ સિનામાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે. અહેવાલો મુજબ આ ફિલ્મ 26 નવેમ્બરે રિલીઝ થાય એવી શક્યતા છે. જો સલમાનની ફિલ્મ એ 26 નવેમ્બરે રિલીઝ થશે તો જોન અબ્રાહમ અને દિવ્યા ખોસલા કુમારની ફિલ્મ ‘સત્યમેવ જયતે 2’થી એની ટક્કર થશે.‘અંતિમ’ની વાર્તા મુખ્યત્વે એક પોલીસવાળા અને અલગ-અલગ વિચારધારાવાળા ગેન્ગસ્ટરની આસપાસ છે. આ ફિલ્મમાં બે હીરો સંપૂર્ણ રીતે જુદી-જુદી દુનિયા અને વિચારધારાના બે નાયકને સામસામે લાવે છે- આ ફિલ્મમાં નખ કરડી ખવાય એટલી ઉત્તેજના છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં આ ફિલ્મનું ‘પોસ્ટર’ રિલીઝ થયું હતું, જેમાં સલમાન અને આયુષની આંખો બંધ છે, જેથી આ ફિલ્મમાં અંત સુધી બંને વચ્ચે ટક્કર થાય છે. આ ફિલ્મમાં સલમાન એક શીખ પોલીસવાળાની ભૂમિકામાં છે. આ ફિલ્મનું પહેલાં નામ ‘ગન્સ ઓફ નોર્થ’ હતું, પણ ડિરેક્ટરે એને છેલ્લે બદલી નાખ્યું હતું. અંતિમને સલમાન ખાન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે અને એને મહેશ માંજરેકર દ્વારા નિર્દેશિત છે.

બીજી બાજુ, ‘સત્યમેવ જયતે 2’ની વાત કરીએ તો એ મસાલા ફિલ્મ છે અને મિલાપ ઝવેરી દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. આ ફિલ્મ અન્યાય અને સત્તાના દુરુપયોગની સામેની લડાઈ આધારિત છે. વળી, એ 2018ની ફિલ્મ ‘સત્યમેવ જયતે 2’ની સત્તાવાર સિક્વલ છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ બેવડી ભૂમિકામાં છે. આ ફિલ્મમાં દિવ્યા ખોસલા કુમાર, રાજીવ પિલ્લાઇ અને અનુપ સોની મહત્ત્વની ભૂમિકામાં છે.