મુંબઈઃ બોલીવૂડ એક્ટર સુશાંત સિંહ ડ્રગ્સ કેસમાં નોર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને આરોપી બનાવી છે. એજન્સીએ આ કેસમાં ચાર્જશીટ ફાઇલ કરી છે, જેમાં રિયા ચક્રવર્તીનું નામ પણ સામેલ છે. NCBએ ચાર્જશીટમાં આરોપ મૂક્યો છે કે રિયા ચક્રવર્તી ગાંજો લઈને સુશાંત સિંહ રાજપૂતને આપ્યા કરતી હતી. રિયા પર થોડી માત્રામાં ગાંજો ખરીદીને અને ખરીદીને ફાઇનાન્સ કરવાનો આરોપ છે. એજન્સીએ કહ્યું હતું કે રિયા ચક્રવર્તીએ ગાંજો ખરીદ્યો અને સુશાંત સિંહ રાજપૂત સુધી પહોંચાડ્યો હતો. તેણે દિવંગત એક્ટર તરફથી કેટલીય વાર ગાંજો ખરીદવાનું પેમેન્ટ કર્યું હતું.
NCBએ ચાર્જશીટમાં કહ્યું હતું કે આરોપી નંબર 10 રિયાએ ગાંજાની અનેક ડિલિવરી આરોપી નંબર છ સેમ્યુઅલ મિરાંડા, આરોપી નંબર સાત શૌવિક ચક્રવર્તી અને આરોપી નંબર આઠ દીપેશ સાવંત અને અન્યથી રિસીવ કરી હતી અને તેણે દિવંગત સુશાંત સિંહ રાજપૂતને આપી હતી, રિયાએ માર્ચ 2020 અને સપ્ટેમ્બર 2020ની વચ્ચે શૌવિક અને રાજપૂતને બદલે એની ડિલિવરીના બદલામાં પેમેન્ટ ચૂકવ્યું હતું.
સુશાંત સિંહ રાજપૂતથી સંકળાયેલા આ ડ્રગ્સ કેસમાં એજન્સીએ રિયા સહિત 34 લોકોને આરોપી બનાવ્યા છે. રિયા જો આ કેસમાં દોષી સાબિત થશે તો તેને કમસે કમ 10 વર્ષની સજા થાય એવી શક્યતા છે. રિયાની આ મામલે સપ્ટેમ્બર, 2020માં ધરપકડ કરવામાં આવી હતી. તે આશરે એક મહિના સુધી જેલમાં બંધ હતી.