વિદ્યુત જામવાલ, નંદિતા મહતાની પરણશે

મુંબઈઃ છેલ્લે ‘ખુદા હાફિઝ ચેપ્ટર 2’ ફિલ્મમાં ચમકેલો અભિનેતા વિદ્યુત જામવાલ એની ફિયાન્સી નંદિતા મહતાની સાથે આ મહિને લંડનમાં લગ્ન કરે એવો અહેવાલ છે. ઈ-ટાઈમ્સના અહેવાલ મુજબ, બંને પ્રેમીપંખીડા આવતા 15 દિવસમાં લગ્ન કરશે.

નંદિતા હાલ લંડનમાં છે અને વિદ્યુત ત્યાં એની સાથે જોડાશે. નંદિતા ફેશન ડિઝાઈનર છે અને વિદ્યુતે ગયા વર્ષે સોશ્યલ મીડિયા મારફત સમર્થન આપ્યું હતું કે તે નંદિતાને ડેટ કરી રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]