કપિલની જેમ બોલિંગ કરવાનું સૌથી-મુશ્કેલ હતું: રણવીર

મુંબઈઃ સ્પોર્ટ્સ વિષય પરની આગામી હિન્દી ફિલ્મ ’83’માં અભિનેતા રણવીર સિંહે દંતકથાસમાન ભારતીય ક્રિકેટ કેપ્ટન કપિલ દેવનું પાત્ર ભજવ્યું છે. આ પાત્રને ન્યાય આપવા પોતે કેટલી મહેનત કરી હતી એ વિશે રણવીરે જણાવ્યું છે.

રણવીરે કહ્યું છે કે, ‘પાત્ર ભજવવામાં મારે માટે સૌથી મુશ્કેલ બન્યું હતું, કપિલ દેવની જેમ બોલિંગ કરવાનું. એમની બોલિંગ એક્શન બહુ જ અનોખી હતી. મારું શરીર એમનાથી સાવ અલગ પ્રકારનું છે એટલે મારે એમના જેવી બોલિંગ એક્શન કરતા પહેલાં મારી શારીરિકતામાં ઘણો ફેરફાર કરવો પડ્યો હતો. એમાં એક મહિનાનો સમય લાગી ગયો હતો. કપિલ જેવી બોલિંગ કરવાનું મને ભૂતપૂર્વ મધ્યમ ઝડપી બોલર બલવિંદર સિંહ સંધુએ શીખવ્યું હતું, જેઓ 1983 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના સભ્ય પણ હતા. ફિલ્મ નિર્માણ વખતે હું રોજના ચાર કલાક ક્રિકેટ રમતો અને એ છ મહિના સુધી ચાલ્યું હતું.’

’83’ ફિલ્મ 23 ડિસેમ્બરે જાગતિક સ્તરે થિયેટરોમાં રિલીઝ થવાની છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]