‘સત્તા ભૂખી’ શિવસેનાએ હિન્દુત્વથી સમજૂતી કરીઃ શાહ

પુણેઃ ગૃહપ્રધાન અમિત શાહે મહારાષ્ટ્રની આઘાડી સરકાર અને ખાસ કરીને ઉદ્ધવ ઠાકરે પર તીખો હુમલો કર્યો છે. પુણેમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરતાં તેમણે ઉદ્ધવ ઠાકરે પર વિશ્વાસઘાત અને સત્તા માટે હિન્દુત્વથી સમજૂતી કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે શિવસેના પર સત્તાના ભૂખી હોવાનો આરોપ લગાવ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે ચૂંટણી પછી દેવેન્દ્ર ફડણવીસને જ મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે, પણ પરિણામો પછી શિવસેનાએ સત્તા માટે ભાજપની સાથે છેહ દીધો છે.

મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધન પર ટોણો માર્યો હતો કે મહા વિકાસ આઘાડી ગઠબંધનની તુલના એક પંક્ચર ઓટોથી કરી હતી. શાહે મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી ગઠબંધન સરકાર પર હુમલો કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ એક ડીલર અને શિવસેના એક દલાલ છે, જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો સંબંધ બદલીઓથી છે. ભૂતકાળમાં રાજ્યના એક વરિષ્ઠ અધિકારીએ ઓગસ્ટ, 2020માં વરિષ્ઠ પોલીસ અધિકારીઓની બદલીઓના એક જૂથનો પર્દાફાશ કર્યો હતો.

વડા પ્રધાન મોદી અને મારી હાજરીમાં જણાવવામાં આવ્યું હતું કે ચૂંટણી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં લડાવામાં આવી હતી, પણ ઉદ્ધવ ઠાકરેની મહત્ત્વકાંક્ષાએ ભાજપને દગો દીધો હતો. એ પછી તેમને વિરોધીઓનો સાથ લઈને સરકાર બનાવી હતી. જોકે શિવસેનાએ શાહના આરોપોને પાયા વગરના ગણાવ્યા હતા. શિવસેનાના નેતા અરવિંદ સાવંતે કહ્યું હતું કે શિવસેના જબાન પર વિશ્વાસ કરે છે અને ક્યારેય વચનપરસ્તી નથી કરતી.