રણધીર કપૂરને કોરોના થયો; હોસ્પિટલમાં દાખલ

મુંબઈઃ બોલીવૂડમાં અનેક હસ્તીઓને કોરોનાવાઈરસ રોગચાળાએ પોતાના શિકાર બનાવ્યા છે. આ યાદીમાં ઉમેરો થયો છે, પીઢ અભિનેતા રણધીર કપૂરનો. અભિનેત્રી બહેનો – કરિશ્મા અને કરીનાનાં 74 વર્ષીય પિતા રણધીર કપૂરનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને એમને અંધેરી (વેસ્ટ)ની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના સીઈઓ અને એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર ડો. સંતોષ શેટ્ટીએ એક નિવેદનમાં કહ્યું છે કે રણધીર કપૂરની તબિયત સ્થિર છે.

‘કલ આજ ઔર કલ’, ‘રામપુર કા લક્ષ્મણ’, ‘હાથ કી સફાઈ’ જેવી ફિલ્મોના અભિનેતા રણધીર કપૂર સાજા થઈ જાય એ માટે ફિલ્મ ઉદ્યોગમાંથી અને સોશિયલ મિડિયા પર શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી રહી છે.