બોલે તો, ‘સંજુ’ કરને મેં વાટ ભી લગી, મજા ભી આયી!… રણબીર કપૂરની ‘ચિત્રલેખા’ને વિશેષ મુલાકાત

સંજય દત્તની લાઈફ પર ફિલ્મ શું કામ? એનો પ્રચાર કરવા કે એને સંત જેવો ચીતરવા? 20 વર્ષથી 60 વર્ષના સંજય દત્ત બનવા કેવીક તૈયારી કરી? શૂટિંગ દરમિયાન પરેશ રાવલ સાથે શું શું વાતો થતી? ‘સંજુ’ની બૅકડ્રૉપ પિતા-પુત્રના રિલેશન છે તો રણબીરના એના પપ્પા રિશી કપૂર સાથે કેવાક સંબંધ છે?… હિંદી સિનેમાના ફર્સ્ટ ફૅમિલીમાંથી આવતા ફર્સ્ટ ક્લાસ ઍક્ટર રણબીર કપૂરે આ અને આવા અનેક સવાલના જવાબ આપ્યા ‘ચિત્રલેખા’ સાથેના એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં, જેનો સમાવેશ થયો છે ‘ચિત્રલેખા’ની આ વીકની કવર સ્ટોરીમાં.

ઈન્ટરવ્યૂમાં રણબીરે જણાવ્યું કે ફિલ્મનું શૂટિંગ શરૂ કરતાં પહેલાં આઠ મહિના  અમે તૈયારી કરી, લૂક-ટેસ્ટ કર્યા. અવારનવાર મેં સંજય દત્તને ફોન કરી એમની પાસેથી ટિપ્સ લીધી.

સંજય દત્તને પરદા પર સાકાર કર્યા બાદ એમાંથી શું શીખ્યો એવા સવાલના જવાબમાં રણબીરે કહ્યું કે તમારા કામને ગંભીરતાથી નહીં લો તો ફેંકાઈ જશો. સફળતાના મદમાં છકી જઈને સ્વભાવમાં ઉદ્ધતાઈ ન આવી જાય એનું ખાસ ધ્યાન રાખવું.

સુનીલ દત્ત બનતા પરેશ રાવલ, સંજુના ડિરેક્ટર રાજકુમાર હીરાણી તથા લેખક અભિજાત જોશીએ પણ કેટલીક બિહાઈન્ડ સીન વાતો કરી છે.

આ તો એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂની ઝલકમાત્ર છે… વિગતવાર મુલાકાત વાંચવા માટે જુઓ ‘ચિત્રલેખા’નો તાજો અંક…

વાંચો અને વંચાવો… સદા અગ્રસર ‘ચિત્રલેખા’