શાહરૂખ ખાનની ઉદારતા; કેન્સરની સારવાર લેતા સહ-અભિનેતા ઈરફાન ખાનની મદદ આવ્યો

0
1810

મુંબઈ – બોલીવૂડ અભિનેતા ઈરફાન ખાનને ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમર થયાનું નિદાન થતાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રી તથા ઈરફાનના ચાહકોમાં આઘાતની લાગણી ફરી વળી હતી.

ઈરફાન સારવાર માટે તરત જ બ્રિટન પહોંચી ગયો હતો. ત્યારથી દરેક જણ ઈરફાનના આરોગ્ય વિશેની તાજી જાણકારી પર ધ્યાન રાખે છે.

જીવનના આવા કઠિન સમયમાં ઈરફાનની પડખે એના ઘણા મિત્રો ઊભા રહ્યા છે અને એમાંનો એક છે, સુપરસ્ટાર શાહરૂખ ખાન.

શાહરૂખે લંડનમાં પોતાના ઘરની ચાવી ઈરફાનને આપીને પોતાની મદદ કરી છે.

લંડન જતા પહેલા ઈરફાને શાહરૂખને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ શાહરૂખ ઈરફાનને એના ઘેર જઈને મળ્યો હતો. એ જ વખતે શાહરૂખે પોતાના લંડનમાંના ઘરની ચાવી ઈરફાનને આપી દીધી હોવાનું મનાય છે. જેથી સારવાર માટે લંડનમાં રોકાણ દરમિયાન ઈરફાન અને એના પરિવારજનો ત્યાં રહી શકે અને ઘર જેવા વાતાવરણનો અનુભવ કરી શકે.

શાહરૂખ અને ઈરફાન એકબીજાના ગાઢ મિત્રો છે. આ બંને અભિનેતાએ ‘બિલ્લુ’ ફિલ્મમાં સાતે કામ કર્યું હતું.

ઈરફાનને ‘પિકુ’ ફિલ્મમાં ચમકાવનાર દિગ્દર્શક સુજીત સરકારે કહ્યું છે કે ઈરફાનને સારવારથી ફાયદો થયો છે અને એ ટૂંક સમયમાં જ મુંબઈ પાછો ફરશે.