નવી દિલ્હીઃ સાઉથ ફિલ્મજગતના સુપરસ્ટાર રામચરણ G20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે શ્રીનગર પહોંચ્યા હતા. ત્યાં તેમણે ટુરિઝમ વર્કિંગ કમિટીની મીટિંગમાં ફિલ્મ ટુરિઝમ પરની ચર્ચામાં ભાગ લીધો હતો. જમ્મુ-કાશ્મીરમાં G20 સમિટમાં ‘RRR’ સ્ટાર રામચરણે શ્રીનગરમાં આર્થિક અને સાંસ્કૃતિક માટેની ફિલ્મ ટુરિઝમ કાર્યક્રમમાં બોલતાં કહ્યું હતું કે G20 બેઠક આયોજિત કરવા માટે કાશ્મીર સૌથી સારી જગ્યા છે અને ખીણની યાત્રા કરવી એક અદભુત અહેસાસ છે. આ દરમ્યાન રામ ચરણે વિદેશી પ્રતિનિધિઓ સાથે મુલાકાત પણ કરી હતી. દક્ષિણ કોરિયાઈ એમ્બેસેડરની સાથે ‘નાટુ નાટુ’ પર ડાન્સ કર્યો હતો અને બધાએ તાલીઓ વગાડી હતી. આ કાર્યક્રમ શેરી કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (SKICC)માં આયોજિત કરવામાં આવી રહ્યો છે.
રામ ચરણે કહ્યું હતું કે અમે કાશ્મીરથી પ્રેમ કરીએ છીએ, એ એટલી ખૂબસૂરત જગ્યા છે એ G20 બેઠક માટે સૌથી સારી જગ્યા છે. હું અહીં 1986થી આવી રહ્યો છું. મારા પિતાએ અહીં ગુલમર્ગ અને સોનમર્ગમાં મોટા પાયે શૂટિંગ કર્યું છે. મેં 2016માં આ ઓડિટોરિયમમાં શૂટિંગ કર્યું છે. ભારતમાં શૂટિંગ માટે સૌથી ઠંડી જગ્યા કાશ્મીર છે. હું બીજી પેઢીનો અભિનેતા છું, એમ તેમણે કહ્યું હતું.
Actor #RamCharan of Natu Natu fame at the side event on ‘Film Tourism for Economic Growth and Cultural Preservation’ as part of the 3rd #G20 Tourism Working Group Meeting at SKICC in Srinagar.#G20India | #G20Kashmir | @g20org pic.twitter.com/goayxX2S9L
— All India Radio News (@airnewsalerts) May 22, 2023
ફિલ્મજગતના દિગ્ગજ એક્ટર ચિરંજીવીના પુત્ર રામ ચરણે કહ્યું હતું કે મને કાશ્મીર માલૂમ કરવામાં 95 વર્ષ લાગશે,. હું ભારતને વધુ એક્સપ્લોર કરવા ઇચ્છું છું. હું આગામી બે ફિમો માટે વિદેશયાત્રા નથી કરવા ઇચ્છતો, જ્યાં સુધી નિર્માતા હોલીવૂડમાંથી ના હોય, એમ તેમણે કહ્યું હતું.