રાજ કુન્દ્રાને 14-દિવસ માટે અદાલતી કસ્ટડીમાં મૂકાયા

મુંબઈઃ પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવીને વેચવા અને એપ્સ પર પ્રકાશિત કરવાના ગુનાસર પકડાયેલા બિઝનેસમેન રાજ કુન્દ્રાને અહીંની અદાલતે 14 દિવસ માટે અદાલતી કસ્ટડીમાં રાખવાનો આજે આદેશ આપ્યો છે. કુન્દ્રાની ગઈ 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. મેજિસ્ટ્રેટની કોર્ટ આ ત્રીજી વાર એમની કસ્ટડીની મુદત લંબાવી છે. આ પહેલાં બે વખત એમને પોલીસ કસ્ટડીમાં રખાયા હતા.

તપાસના ભાગરૂપે કુન્દ્રાના બે બેન્ક એકાઉન્ટ સીલ કરી દેવામાં આવ્યા છે. તેણે પોલીસને કહ્યું હતું કે એનાં પતિ વિવાદાસ્પદ એપ હોટશોટ્સ પર એમના મોબાઈલ ફોન અને લેપટોપ પરથી ચોક્કસ કયા પ્રકારની સામગ્રી મૂકતા હતા એની તેને ખબર નથી.મુંબઈ પોલીસ આ કેસમાં કુન્દ્રાની અભિનેત્રી પત્ની શિલ્પા શેટ્ટીની પણ બે વખત પૂછપરછ કરી ચૂકી છે. પોલીસનું કહેવું છે કે કુન્દ્રા આ એપનો ઉપયોગ પોર્નોગ્રાફી સ્ટ્રીમિંગ માટે કરતા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]