પ્રિયંકાએ અમેરિકાનાં-ઘરમાં પતિ નિકની સાથે લક્ષ્મી-પૂજા કરી

લોસ એન્જેલીસઃ બોલીવુડ અભિનેત્રી અને અમેરિકન પોપ-સ્ટાર નિક જોનસને પરણીને અમેરિકામાં સ્થાયી થયેલી પ્રિયંકા ચોપરાએ ગઈ દિવાળીના દિવસે એનાં અત્રેનાં ઘરમાં લક્ષ્મી પૂજા કરી હતી. એની તસવીરો એણે સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી છે જે જોઈને એનાં ઘણાં પ્રશંસકો અને નેટયૂઝર્સ ખૂબ પ્રભાવિત થયાં છે અને કહ્યું છે કે, ‘તેં ભારતીય પરંપરાને અમેરિકાના ઘરમાં જીવંત રાખી છે.’ લક્ષ્મી પૂજામાં પ્રિયંકા સાથે એનો પતિ નિક પણ જોડાયો હતો. પૂજા-વિધિ માટે પ્રિયંકા લેમન રંગની સાડીમાં સજ્જ થઈ હતી જ્યારે નિકે કુર્તા-પાયજામા પહેર્યાં હતાં. બંનેએ સાથે મળીને આરતી ઉતારી હતી. પ્રિયંકાએ તસવીરની કેપ્શનમાં સૌને દિવાળીની શુભેચ્છા આપી હતી અને દિવાળી નિમિત્તે યોજેલી એક પાર્ટીની ઝલક પણ શેર કરી હતી.

અભિનય ક્ષેત્રે, પ્રિયંકા જાસૂસી થ્રિલર અને સાયન્સ ફિક્શન વેબસિરીઝ ‘સિટાડેલ’નાં શૂટિંગમાં હાલ વ્યસ્ત છે. આ વેબસિરીઝ આવતા વર્ષના ફેબ્રુઆરીમાં એમેઝોન પ્રાઈમ વિડિયો (ઓટીટી) પર રજૂ થનાર છે. આ વેબસિરીઝમાં એનો હિરો બન્યો છે ગોલ્ડન ગ્લોબ એવોર્ડવિજેતા અભિનેતા રિચર્ડ મેડન.

(તસવીર સૌજન્યઃ પ્રિયંકા ચોપરા-જોનસ ઈન્સ્ટાગ્રામ)