પાકિસ્તાનમાં પેટ્રોલ કરતાંય મોંઘી થઈ સાકર

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં આજની તારીખે સાકરની કિંમત પેટ્રોલની કિંમતને પાર કરી ગઈ છે. જિઓ ન્યૂઝના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં ખાંડ સહિત આવશ્યક ચીજવસ્તુઓની કિંમતને નિયંત્રણમાં રાખવાની દેશની સરકારે ખાતરી આપી હોવા છતાં આજે અનેક શહેરોમાં ખાંડ પ્રતિ કિલો રૂ. 150ના ભાવે વેચાઈ રહી છે. જ્યારે પેટ્રોલ પ્રતિ લીટર રૂ. 130માં વેચાય છે.

પેશાવર હોલસેલ માર્કેટમાં સાકરની કિંમત પ્રતિ કિલો આઠ રૂપિયા વધી ગઈ છે. સુગર ડિલર્સ એસોસિએશનના પ્રમુખના જણાવ્યા મુજબ સાકરનો હોલસેલ ભાવ પ્રતિ કિલો રૂ. 140 છે જ્યારે રીટેલ સ્તરે એ રૂ. 145-150 પ્રતિ કિલો વેચાય છે. કરાચીમાં સાકર પ્રતિ કિલો રૂ. 142ના ભાવે વેચાઈ રહી છે. ગઈ કાલ કરતાં આજે એનો ભાવ 12 રૂપિયા વધી ગયો છે.