પ્રીતિ ઝીન્ટાએ બતાવી એની હેર ડ્રેસિંગ કળા

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી પ્રીતિ ઝીન્ટાએ કોરોના-લોકડાઉન સમયગાળામાં માથાનાં વાળ કાપતાં શીખી લીધું છે.

પ્રીતિએ ગયા મહિને એક તસવીર સોશિયલ મિડિયા પર શેર કરી હતી જેમાં એ માથા પર વાળંદની હેટ પહેરીને એનાં પતિ જીન ગૂડઈનફનાં માથાના વાળ કાપતી હતી. હવે એણે પોતાની હેર ડ્રેસિંગ કળા બતાવતી એક વિડિયો ક્લિપ પોસ્ટ કરી છે.

એની કેપ્શનમાં એણે લખ્યું છેઃ ‘હેર ડ્રેસિંગના કામમાં મને મારું ભવિષ્ય સારું દેખાય છે… ખાસ કરીને મારાં પતિ મને ફરીવાર એમના વાળ કાપવાની મને તક આપશે તો… #Patiparmeshwar.’

આ વાંચ્યા બાદ એક ઈન્ટરનેટ યૂઝરે કમેન્ટમાં લખ્યું છેઃ ‘એવું લાગે છે કે તું હવે આ કામમાં પ્રોફેશનલ બની ગઈ છે.’

પ્રીતિએ એના જવાબમાં લખ્યું છે, ‘આ મારી કોરોના ટેલેન્ટ છે.’

પ્રીતિ છેલ્લે 2018માં ‘ભૈયાજી સુપરહિટ’ ફિલ્મમાં જોવા મળી હતી.