‘પઠાણ’ ફિલ્મ સામે મહારાષ્ટ્ર-ભાજપનો પણ વિરોધ

મુંબઈઃ મધ્ય પ્રદેશમાં ભાજપની સરકારના પ્રધાને વિરોધ વ્યક્ત કર્યા બાદ હવે મહારાષ્ટ્રમાં પણ ભાજપે આગામી હિન્દી ફિલ્મ ‘પઠાણ’ વિરુદ્ધ મોરચો માંડ્યો છે. પાર્ટીના વિધાનસભ્ય અને પ્રવક્તા રામ કદમે ટ્વિટરના માધ્યમથી કહ્યું છે કે ફિલ્મના નિર્માતાઓ અને દિગ્દર્શક સાધુ-સંતોને મળે અને ખુલાસો કરે.

રામ કદમે ચેતવણી ઉચ્ચારી છે કે મહારાષ્ટ્રની ધરતી પર એવી એકેય ફિલ્મ અને ટીવી સિરિયલ બતાવવા દેવામાં નહીં આવે જે હિન્દુત્વનું અપમાન કરતી હશે.

ઉલ્લેખનીય છે કે ‘પઠાણ’ ફિલ્મના હાલમાં જ રિલીઝ કરાયેલા ગીત બેશરમ રંગમાં શાહરૂખ ખાન અને દીપિકા પદુકોણનાં વિવાદાસ્પદ વસ્ત્રો અને અશ્લિલ ડાન્સ મૂવ્સને કારણે દેશભરમાં વિવાદ થયો છે. અનેક હિંદૂ સંગઠનોએ ગીતમાં દીપિકાએ પહેરેલી ભગવા રંગની બિકીની સામે વિરોધ દર્શાવ્યો છે.