સાયના નેહવાલ બાયોપિક ફિલ્મ માટે પરિણિતી ટૂંકા વાળ કરાવશે

મુંબઈ – ભારતની બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલે પોતાની બાયોપિક ફિલ્મમાં પોતાનું પાત્ર ભજવવા માટે પરિણિતી ચોપરાને પસંદ કરી છે. પરિણિતી બેડમિન્ટન ચેમ્પિયન તરીકે પોતાનું પાત્ર ભજવવા માટે સખત મહેનત કરી રહી છે.

પરિણિતીએ ફિલ્મનું શૂટિંગ ગયા મહિનાથી શરૂ કરી દીધું છે. બેડમિન્ટન કોર્ટ પર પ્રેક્ટિસ કરતી વખતે તે એકવાર થોડીક ઘાયલ પણ થઈ હતી.

પરિણિતીએ પોતાનાં પાત્રને ન્યાય આપી શકાય એ માટે હૈદરાબાદમાં સાયનાનાં નિવાસસ્થાનની મુલાકાત પણ લીધી હતી. એણે સાયનાનાં અમુક ડ્રેસીસ ઉછીના પણ લીધા છે.

હવે પરિણિતી પોતાનાં વાળ પણ ટૂંકા કરાવવાની છે. આનું કારણ એ છે કે સાયના તેની કારકિર્દીની શરૂઆતમાં ટૂંકા વાળ સાથે રમી હતી.

ફિલ્મમાં સાયનાનાં કોચ પી. ગોપીચંદનો રોલ ભજવી રહ્યો છે માનવ કૌલ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]