રાઘવ ચઢ્ઢાથી ક્યાંય વધુ શ્રીમંત છે પરિણીતિ ચોપરા

 નવી દિલ્હીઃ યુવા નેતા અને રાજકારણના ઊભરતા સિતારા રાઘવ ચઢ્ઢા અને બોલીવૂડની એક્ટ્રેસ પરિણીતિ ચોપરા બહુ જલદી લગ્ન કરવાનાં છે. રાઘવ ચઢ્ઢા ‘આપ’ પાર્ટીમાંથી રાજ્યસભાના સાંસદ છે, જ્યારે પરિણીતિએ ‘લેડીઝ વર્સસ રિકી બહલ’થી ફિલ્મી કેરિયરનો પ્રારંભ કર્યો હતો.

જ્યારે લગ્નની વાત આવે છે, ત્યારે પરિવાર અને વ્યવસાયથી વધીને કમાણી પર ચર્ચા કરવામાં આવે છે. સમાચાર મુજબ પરિણીતિ ચોપડા થનારા પતિ રાઘવ ચઢ્ઢાની કમાણી કરવામાં આગળ છે. પરિણીતિની નેટવર્થ જ્યાં કરોડોમાં છે, ત્યાં આપના સાંસદ રાઘવ ચઢ્ઢા કરોડનો આંકડો પણ નથી પામી શક્યા, એ અમે નહીં, પણ એક વેબસાઇટ My.neta.infoનો દાવો છે.

એ વેબાઇટ મુજબ રાઘવ ચઢ્ઢાની પાસે રૂ. 37 લાખનું એક ઘર છે અને એક મારુતિ સ્વિફ્ટ ડિઝાયર છે અને માત્ર 90 ગ્રામ સોનાની જ્વેલરી છે. રાઘવ ચઢ્ઢા શેરમાર્કેટમાં પણ રોકાણ કરે છે. તેઓ બોન્ડ, ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને શેરોમાં રૂ. છ લાખનું રોકાણ ધરાવે છે. બીજી બાજુ, પરિણીતિ ચોપડા ફિલ્મો અને એડની મદદથી નોંધપાત્ર કમાણી કરે છે. તેની નેટવર્થ રૂ. 60 કરોડ છે.

શિક્ષણની વાત કરીએ તો રાઘવ ચઢ્ઢા CA છે અને પરિણીતિ ચોપડાએ લંડનના માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલથી બિઝનેસ, ફાઇનાન્સ, અને ઇકોનોમિક્સમાં ટ્રિપલ ઓનર્સ ડિગ્રી હાંસલ કરી છે. પરિણીતિ ચોપડાએ ફિલ્મોમાં આવવા પહેલાં યશરાજ ફિલ્મ્સની માર્કેટિંગ ટીમમાં કામ કરતી હતી, જ્યારે રાઘવ ચઢ્ઢાએ આજે પણ CAની પ્રેક્ટિસ જારી રાખી છે. બંને જણ ઓક્ટોબર, 2023માં લગ્નનાં બંધનમાં બંધાવાનાં છે.