કર્ણાટકમાં પાંચ મંત્રીપદ, મુસ્લિમ ચહેરો બને ડેપ્યુટી CM: સુન્ની વકફ બોર્ડ

બેંગલુરુઃ કર્ણાટકમાં કોંગ્રેસની પ્રચંડ જીતની સાથે મુખ્ય મંત્રી પદને લઈને મંથન શરૂ થઈ ગયું છે. ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા આજે દિલ્હીમાં ટોચના નેતૃત્વથી મુલાકાત કરશે. કોંગ્રેસ દ્વારા જલદી સ્થિતિ સ્પષ્ટ થશે કે કર્ણાટકમાં મુખ્ય પ્રધાનપદ કોને મળશે. આ દરમ્યાન સુન્ની વકફ બોર્ડે કોંગ્રેસની સામે એક નવી માગ કરી છે. સુન્ની ઉલેમા બોર્ડે મુસ્લિમ નેતાઓએ કોંગ્રેસથી માગ કરી છે કે કર્ણાટકમાં ડેપ્યુટી મુખ્ય પ્રધાન મુસ્લિમ સમુદાયમાંથી હોવા જોઈએ. આટલું જ નહીં, બોર્ડે અન્ય કેટલાંક મધ્યમ પદ પણ મુસ્લિમ સમુદાય આપવાની માગ કરી છે.

કર્ણાટક વકફ બોર્ડના ચેરમેન શફી સાદીએ કહ્યું હતું કે અમે ચૂંટણી પહેલાં કહ્યું હતું કે ડેપ્યુટી CM મુસ્લિમ સમુદાયથી હોવા જોઈએ. તેમણે માગ કરી હતી કે પાંચ મુસ્લિમ વિધાનસભ્યોને સરકારમાં સામેલ કરવામાં આવવા જોઈએ. આરોગ્ય જેવા સારા વિભાગોના મંત્રી બનાવવામાં આવવા જોઈએ. તેમણે કહ્યું હતું કે ચૂંટણી પહેલાં અમે કોંગ્રેસથી 30 સીટો મુસ્લિમ ઉમેદવારો આપવાની માગ કરી હતી. કોંગ્રેસે 15 સીટો પર મુસ્લિમો ઉમેદવારો ઉતાર્યા હતા, એમાંથી નવ ઉમેદવારોને જીત મળી છે.

તેમણે કહ્યું હતું કે કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસ 72 સીટો પર માત્ર મુસલમાનોને કારણે જીતી છે. તેમણે કહ્યું હતું કે હવે એ કોંગ્રેસની જવાબદારી બને છે કે એ અમારો આભાર માને. કોંગ્રેસના એસએમ કૃષ્ણાના કાર્યકાળની જેમ પાંચ મુસ્લિમ મંત્રી અને એક ડેપ્યુટી CMની માગ કરી છે. તેમણે કહ્યું હતું કે આદર્શ રૂપે એક મુસ્લિમ મુખ્ય મંત્રી હોવા જોઈએ, કેમ કે કર્ણાટકમાં કોઈ મુસ્લિમ મુખ્ય મંત્રી નથી બન્યા અને રાજ્યમાં 90 લાખ લોકો મુસ્લિમ છે.