નવી દિલ્હીઃ વિશ્વના સૌથી લોકપ્રિય સિનેમા એવોર્ડ્સ ઓસ્કારે નોમિનેશન લિસ્ટ જારી કર્યું છે. 96મા ઓસ્કારના હોસ્ટ અને અભિનેતા જાજી બીટ્સ અને જેક કૈડે નોમિનેશન લિસ્ટની જાહેરાત કરી છે. આ વર્ષે આ લિસ્ટમાં બોક્સઓફિસ પર બ્લાકબસ્ટર રહેલી ‘ઓપનહાઇમર’ અને ‘બાર્બી’નો દબદબો છે. વર્ષ 2023 ઓસ્કાર ભારતીય ફિલ્મો માટે સારું સાબિત થયું હતું.
‘બાર્બી’ અને ‘ઓપનહાઇમર’ ગયા વર્ષે ઉનાળામાં એકસાથે રિલીઝ થઈ હતી. જે પછી બંનેનું નામ જોડીને ‘બાર્બેનહાઇમર’નું નામ આપવામાં આવ્યું હતું.હવે 96માં ઓસ્કાર એવોર્ડના લિસ્ટમાં બંને સામસામે છે. ‘બાર્બી’ને છ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે, જેમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટર મેલ, કોસ્ચ્યુમ ડિઝાઇન, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર ફીમેલ, ઓરિજિનિલ સોંગ, પ્રોડક્શન ડિઝાઇન અને બેસ્ટ ફિલ્મ સામેલ છે.બીજી બાજુ, ‘ઓપનહાઇમર’ને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર મેલ, કોસ્ચ્યુમ ડિઝાઇન, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર ફીમેલ, મેકઅપ અને હેર સ્ટાઇલ સ્ક્રીનપ્લે, ઓરિજિનિલ સ્કોર, પ્રોડક્શન ડિઝાઇન, ફિલ્મ એડિટિંગ, સાઉન્ડ, સિનેમેટોગ્રાફી સહિત 13 શ્રેણીઓમાં નોમિનેટ કરવામાં આવી છે. બંને ફિલ્મોની ઓડિયન્સ કેટલીય અલગ કેમ ના હોય, પણ બોક્સ ઓફિસ પર છેડાયેલી જંગ ઓસ્કાર એવોર્ડ્સ સુધી પહોંચી છે. જ્યારે ‘પુઅર થિંગ્સ’ આ યાદીમાં બીજા ક્રમે છે. આ ફિલ્મને 11 નોમિનેશન મળ્યા છે.આ યાદીમાં કોઈ ભારતીય ફિલ્મને સ્થાન આપવામાં આવ્યું નથી, પરંતુ ભારતના એક નાનકડા ગામની વાર્તા પર આધારિત એક ડોક્યુમેન્ટરી નામાંકનમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે. ઓસ્કરે મંગળવારે સાંજે નોમિનેશનની સંપૂર્ણ યાદી જાહેર કરી છે.