કેલિફોર્નિયાઃ નેટફ્લિક્સ ઇન્કના શેરહોલ્ડરોએ કંપનીના એક્ઝિક્યુટિવ્ઝના પે પેકેજીસને આપેલો ટેકો પરત લીધો છે, તેમણે નોન-બાઇન્ડિંગ મત દ્વારા પ્રસ્તાવિત વળતરનો અસ્વીકાર કર્યો હતો, જેમાં તેમણે હોલિવૂડના લેખકોની હડતાળનો ટેકો લીધો હતો.
રાઇટર્સ ગિલ્ડ ઓફ અમેરિકા વેસ્ટે રોકાણકારોને કંપનીના ટોચના એક્ઝિક્યુટિવ્ઝને વળતરની વિરુદ્ધ મત આપવા માટે અરજ કરી હતી, તેમણે એ માટે દલીલ કરી હતી કે આ પ્રકારનો મત હડતાળ દરમ્યાન આપવો યોગ્ય નથી, જે પાંચમા સપ્તાહમાં પ્રવેશી છે. કંપનીના એક્ઝિક્યુટિવ પગારની ચુકવણીનો મુદ્દો રોકાણકારોએ ઘણા લાંબા સમયથી ઉઠાવ્યો છે, ત્યારે વળતરનું માળખું એ હડતાળની તુલનાએ વધુ મમતનો મુદ્દો છે, એમ રાઇટર્સ ગિલ્ડના પ્રમુખ મેરેડિથ સ્ટીહમે જણાવ્યું હતું.
યુનિયને NBCયુનિવર્સલ પેરેન્ટ કોમકાસ્ટ કોર્પ.ને આવો જ એક પત્ર મોકલ્યો છે, જેની વાર્ષિક શેરહોલ્ડરોની બેઠક સાત જૂને યોજાવાની છે. સ્ટીહમે લખ્યું હતું કે કંપની ગયા વર્ષે ટોચના અધિકારીઓને 166 મિલિયન ડોલરનું વળતર આપી શકે છે, તો કંપની વધુ વળતરની માગ કરતા રાઇટર્સને 68 મિલિયન ડોલરનું વળતર તો આપી જ શકે છે.
કંપનીના શેરધારકોએ મત આપીને એક્ઝિક્યુટિવ્સનું વળતર અટકાવી દીધું છે.કંપનીએ કહ્યું હતું કે મતોના પરિણામને નિયામકને મોકલી આપવામાં આવ્યું છે. ગયા વર્ષે કંપનીના એક્ઝિક્યુટિવ પે પેકેજને માત્ર 27 ટકા શેરહોલ્ડરોના મત મળ્યા હતા. વળી, કંપનીએ ગયા વર્ષે સહ-ચીફ એક્ઝિક્યુટિવ્સ માટેની પગારની મર્યાદા અને તેમની કામગીરીને આધારે બોનસની નીતિમાં ઘણા ફેરફાર કર્યા હતા.