નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસને સનસનીખેજ બનાવવા અને આ કેસનું અસંવેદનશીલ રિપોર્ટિંગ કરવા બદલ ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (NSBA)એ ઇલેક્ટ્રોનિક ન્યૂઝ ચેનલો- આજતક, ઝી ન્યૂઝ, ન્યૂઝ 24 અને ઇન્ડિયા TVને માફી માગવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત NSBAએ દિવંગત સુશાંત સિંહ રાજપૂત સંબંધિત ફેક ટ્વીટ્સ કરવા બદલ આજતક ચેનલને એક લાખનો દંડ ફટકાર્યો છે.
સેલ્ફ-ગવર્નિંગ ઓથોરિટીએ આજતક, ઝી ન્યૂઝ અને ન્યૂઝ 24 ચેનલોને અસંવેદનશીલ ટેગ લાઇન્સ ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં પ્રાઇવસી અને મૃતકની ગરિમાને પ્રભાવિત કરવાનો પ્રભાવ હતો.
આ સાથે આજતકની સાથે ઇન્ડિયા TVને રાજપૂતના મૃતદેહના ફોટા બતાવવા માટે કસૂરવાર માલૂમ પડી છે એણે કહ્યું છે કે સમાચારનો રિપોર્ટ બતાવવો એ ન્યૂઝ ચેનલનું કર્તવ્ય છે. જે જાહેર હિતમાં હોઈ શકે અને જે વ્યક્તિઓ પર રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે, જેથી તેને આ પ્રકારના મિડિયા અહેવાલોથી ન્યાય મળી શકે. ન્યૂઝને રજૂ કરવા એટલા જ જરૂરી છે, જેથી મૃતકોની પ્રાઇવસીનું ઉલ્લંઘન ના થવું જોઈએ અને એક દુઃખદ ઘટનાને સનસનીખેજ ના બનાવવી જોઈએ. એ મહત્ત્વનું છે કે મૃતકોના ન્યૂઝને મિડિયાના સનસીખેજને આધીન ના હોવું જોઈએ.
આજતકના ટેગલાઇન હિટ વિકેટનો હવાલો આપતાં ઓથોરિટીએ કહ્યું હતું કે એવું લાગે છે કે સવાલ સુશાંત સિંહ રાજપૂતને પૂછવામાં આવી રહ્યા છે, જે હવે હયાત નથી. એટલા માટે ટેગલાઇન આક્રમક છે, જે પ્રાઇવસીનું ઉલ્લંઘન કરે છે અને મૃતકની ગરિમાને પ્રભાવિત કરે છે.
[Breaking] NSBA Imposes a fine of Rs One Lakh to @aajtak for telecasting fake tweets relating to actor late Sushant Singh Rajput.#SushantSingRajputDeathCase #FakeNews pic.twitter.com/UmpnGibQjy
— Live Law (@LiveLawIndia) October 8, 2020
આ ઉપરાંત ઝી ન્યૂઝને ‘પટના કા સુશાંત મુંબઈ મેં ફેઇલ ક્યું?’ ટેગલાઇન ચલાવવા બદલ ઓથોરિટીએ. સવાલ કર્યો હતો. આ જ રીતે ન્યૂઝ 24 દ્વારા ચલાવવામાં આવેલી ટેગલાઇન આક્રમક અને મૃતકની ગરિમાને પ્રભાવિત કરે છે.
ઓથોરિટીએ નોંધ્યું હતું કે એ સાચું છે કે મિડિયાને બોલવાનો અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર છે. એ પણ સંદેહ નથી કે જ્યારે મશહૂર એક્ટર સુશાંત સિંહ રાજપૂત જેવું વ્યક્તિત્વ આત્મહત્યા કરે છે ત્યારે એ મોટા ન્યૂઝ બની જાય છે અને એ ચર્ચાનો વિષય પણ બને છે અને એની ફરિયાદો અને વાર્તાઓ એની આસપાસ ઘૂમે છે, પણ જે રીતે ચેનલો પર આને લગતા કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે એ હતોત્સાહજનક છે. ભાષણ અને અભિવ્યક્તિ સ્વતંત્રતામાં કોમ્પ્રોમાઇઝ ના કરી શકાય, પણ જે રીતે આ ન્યૂઝને સનસનીખેજ બનાવવામાં આવ્યા અને ચગાવવામાં આવ્યા એ દુઃખદ છે.
જોકે આજતક, ઝી ન્યૂઝ અને ન્યૂઝ 24એ ટેગલાઇન વગર ન્યૂઝ ચલાવ્યા હોત એ પ્રાઇવસી, સનસનીખેજ અને મૃતકની ગરિમાની ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન ના થાત.