નાના પાટેકરે તનુશ્રી દત્તાનાં આરોપને નકાર્યો; કહ્યું, ‘સત્ય કાયમ સત્ય જ રહેશે’

મુંબઈ – બોલીવૂડની અભિનેત્રી તનુશ્રી દત્તાએ કરેલા જાતીય શોષણના આરોપને પીઢ અભિનેતા નાના પાટેકરે આજે ફરીવાર નકારી કાઢ્યા છે. અહીં પત્રકારો સાથેની વાતચીતમાં પાટેકરે કહ્યું કે, ‘તનુશ્રીનો આરોપ જુઠાણું છે.’

તનુશ્રીએ તાજેતરમાં ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં એવો આરોપ મૂક્યો હતો કે 2008માં હિન્દી ફિલ્મ ‘હોર્ન ઓકે પ્લીઝ’ના શૂટિંગ વખતે પોતાની સાથે નાના પાટેકરે અશ્લિલ હરકત કરી હતી, જાતીય સતામણી કરી હતી.

પાટેકરે આજે કહ્યું કે, મેં આ આરોપનો જવાબ 10 વર્ષ પહેલાં આપ્યો હતો. એ જ જવાબ આજે છે. સત્ય ત્યારે હતું એ આજે પણ છે. મારી લીગલ ટીમે મને આ મામલે કંઈ પણ બોલવાનો ઈનકાર કર્યો છે. નહીં તો હું તમારી (પત્રકારો) સાથે શા માટે વાત ન કરું?

વાસ્તવમાં, 67 વર્ષીય પાટેકર આજે પત્રકાર પરિષદને સંબોધિત કરવાના હતા, પણ એ રદ કરવામાં આવી હતી. બાદમાં એમના નિવાસસ્થાને પત્રકારો સાથે સંક્ષિપ્તમાં વાતચીત કરતાં એમણે કહ્યું કે, ‘હું આ કેસ અંગે વિગતવાર બોલી શકું એમ નથી.’

પાટેકરના વકીલે તનુશ્રીને કાનૂની નોટિસ મોકલી છે.

તનુશ્રીએ ઓશિવરા (જોગેશ્વરી-વેસ્ટ) પોલીસ સ્ટેશનમાં પાટેકર, 2008ની તે ફિલ્મના કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય, દિગ્દર્શક અને નિર્માતા સામે એફઆઈઆર પણ નોંધાવી છે.

httpss://twitter.com/BollywoodTv5/status/1049258526395138050

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]