કંગનાએ ‘ગંગુબાઈ (આલિયા ભટ્ટ) કાઠિયાવાડી’ની ઠેકડી ઉડાડી

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ કંગના રણોત સોશિયલ મિડિયા પર ઘણી સક્રિય રહે છે. તે તેના બિનધાસ્ત નિવેદન અને નીડરતા માટે જાણીતી છે. વળી, આ મામલે તેના કેટલાક ફેન્સ તેને સપોર્ટ પણ કરે છે. હવે કંગના રણોતે આલિયા ભટ્ટ અને તેની ફિલ્મ ‘ગંગુબાઇ કાઠિયાવાડી’નું નામ લીધા વગર તેના પર નિશાન સાધ્યું છે.

કંગના રણોત એ રિપોર્ટ પર પ્રતિક્રિયા આપી રહી હતી, જેમાં કોરોના રોગચાળાને પગલે ‘થલાઇવી’ને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. કંગનાએ આ ન્યૂઝને ખોટો પ્રોપેગેન્ડા જણાવ્યો. તેણે તેની ઇન્સ્ટા સ્ટોરીઝ પર એક એલાન કર્યું. તેણે લખ્યું ‘થલાઇવી’ના ડિજિટલ રાઇટ એમેઝોન (તમિળ) નેટફ્લિક્સ (હિન્દી)ની પાસે છે.

કંગનાએ વધુમાં લખ્યું હતું કે બંનેમાંથી કોઈ પણ થિયેટરમાં રિલીઝ થવા પહેલાં પોતાના પ્લેટફોર્મ પર સ્ટ્રીમ નથી કરી શકતા. ‘થલાઇવી’ થિયેટરમાં રિલીઝે થવાની હકદાર છે અને મેકર્સ એના માટે વિશ્વાસ છે. ખોટો પ્રચાર કરતા બિકાઉ મિડિયાની સામે કડક એક્શન લેવામાં આવશે.એ પછી કંગનાએ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ આલિયાની બેડ એક્ટિંગ પણ ટોણો માર્યો હતો. તેણે લખ્યું કે બિકાઉ મિડિયાએ એક ફિલ્મ વિશે લખ્યું છે, જેના ટ્રેલરની ઘણી ટીકા થઈ છે અને ખરાબ એક્ટિંગ માટે પણ એ મજાક બની અને એક નાના બાળકને ગેગસ્ટર કાસ્ટ કરવામાં આવ્યો છે અને હવે એ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે.

એ ફિલ્મ વિશે લખો, જે ડિજિટલ પ્લેટફોર્મ પર નિષ્ફળ છે, કેમ કે રિયાલિટી ચેક થઈ ગયું છે કે ફિલ્મ એક ભૂલ છે, મેં કેટલાક વધારે ન્યૂઝ જોયા છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]