મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ કંગના રણોત સોશિયલ મિડિયા પર ઘણી સક્રિય રહે છે. તે તેના બિનધાસ્ત નિવેદન અને નીડરતા માટે જાણીતી છે. વળી, આ મામલે તેના કેટલાક ફેન્સ તેને સપોર્ટ પણ કરે છે. હવે કંગના રણોતે આલિયા ભટ્ટ અને તેની ફિલ્મ ‘ગંગુબાઇ કાઠિયાવાડી’નું નામ લીધા વગર તેના પર નિશાન સાધ્યું છે.
કંગના રણોત એ રિપોર્ટ પર પ્રતિક્રિયા આપી રહી હતી, જેમાં કોરોના રોગચાળાને પગલે ‘થલાઇવી’ને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. કંગનાએ આ ન્યૂઝને ખોટો પ્રોપેગેન્ડા જણાવ્યો. તેણે તેની ઇન્સ્ટા સ્ટોરીઝ પર એક એલાન કર્યું. તેણે લખ્યું ‘થલાઇવી’ના ડિજિટલ રાઇટ એમેઝોન (તમિળ) નેટફ્લિક્સ (હિન્દી)ની પાસે છે.
એ ફિલ્મ વિશે લખો, જે ડિજિટલ પ્લેટફોર્મ પર નિષ્ફળ છે, કેમ કે રિયાલિટી ચેક થઈ ગયું છે કે ફિલ્મ એક ભૂલ છે, મેં કેટલાક વધારે ન્યૂઝ જોયા છે.