ઈરફાને પોતાની નવી તસવીર શેર કરી; લંડનમાં હજી કેન્સરની સારવાર હેઠળ છે

0
1301

લંડન – બોલીવૂડ એક્ટર ઈરફાન ખાને એમના ટ્વિટર હેન્ડલ પર પોતાની નવી તસવીર શેર કરી છે. એમાં તે સ્મિત વેરતા જોઈ શકાય છે. તેઓ કોઈક કાચનો દરવાજો ખોલતા જોઈ શકાય છે. એમણે કાનમાં ઈયરફોન ભરાવ્યા છે.

ન્યુરોએન્ડોક્રાઈન ટ્યૂમરથી પીડાતા ઈરફાન લંડનમાં હજી સારવાર હેઠળ છે.

ઈરફાને અગાઉ એમ કહ્યું હતું કે પોતે ભારત ક્યારે પાછા ફરી શકશે એની તેમને કંઈ ખબર નથી.

51 વર્ષીય ઈરફાને વધુમાં કહ્યું હતું કે, ભવિષ્યમાં શું થશે એ જાણવાની મારે કશી ઉતાવળ નથી.

ઈરફાન અભિનીત નવી હિન્દી ફિલ્મ કારવાં આવતી 10 ઓગસ્ટે રિલીઝ થવાની છે.