‘પઠાણ’: કયા કલાકારે કેટલી રકમની ફી લીધી?

મુંબઈઃ શાહરૂખ ખાન, દીપિકા પદુકોણ અને જોન અબ્રાહમ અભિનીત ‘પઠાણ’ ફિલ્મ 2023ની 25 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થવાની છે. સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત આ એક્શન-મનોરંજક ફિલ્મના કલાકારોએ ધરખમ ફી લીધી હોવાનો અહેવાલ છે.

‘કોઈમોઈ’ ન્યૂઝ પોર્ટલના અહેવાલ મુજબ, શાહરૂખે આ ફિલ્મમાં સીક્રેટ એજન્ટનો રોલ કરવા માટે રૂ. 100 કરોડ લીધા હોવાનું કહેવાય છે. દીપિકાએ રૂ. 15 કરોડ તો જોન અબ્રાહમે 20 કરોડ લીધા હોવાનો અહેવાલ છે. આ ફિલ્મમાં સલમાન ખાને મહેમાન કલાકારની ભૂમિકા કરી છે, પણ એણે એકેય રૂપિયો ચાર્જ કર્યો નથી. આ ફિલ્મ દ્વારા શાહરૂખ ચાર વર્ષ પછી રૂપેરી પડદા પર કમબેક કરી રહ્યો છે. ‘પઠાણ’ હિન્દી ઉપરાંત તામિલ અને તેલુગુ ભાષાઓમાં પણ સાથે જ રિલીઝ કરાશે.