કરણ જોહરને ખાતર આલિયાએ ભણસાલીની ફિલ્મ ઠુકરાવી?

મુંબઈ – નિર્માતા દિગ્દર્શક મહેશ ભટ્ટની પુત્રી આલિયાને બોલીવૂડમાં એન્ટ્રી અપાવનાર છે નિર્માતા કરણ જોહર. ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ની સફળતા સાથે આલિયા માટે પણ બોલીવૂડમાં અભિનય પ્રતિભા બતાવવા માટેનાં દ્વાર એકદમ મોકળાં થઈ ગયાં. કરણ જોહર માટે પણ આલિયા બહુ મહત્ત્વની કલાકાર છે.

પણ હવે, કરણ જોહર અને સંજય લીલા ભણસાલી વચ્ચે આલિયા એક લડાઈનું કારણ બની ગઈ હોય એવું જણાય છે.

એવા સમાચાર છે કે ભણસાલીએ એમની નવી ફિલ્મ માટે આલિયાનો સંપર્ક કર્યો હતો.

પણ એ જ દરમિયાન જોહરે આલિયાને પોતાની નવી ફિલ્મ ‘કલંક’ માટે અપ્રોચ કર્યો હતો. આલિયાએ વધુ વિચાર કર્યા વિના જોહરની ફિલ્મ માટે હા પાડી દીધી અને ભણસાલીને ના પાડી દીધી.

બોલીવૂડમાં જોહર અને ભણસાલી બંને દિગ્ગજ નિર્માતાઓ છે. જોહર સુપરહિટ ફિલ્મોના ખાન છે તો ભણસાલી બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર ડાયરેક્ટર છે. તે છતાં આલિયાએ કોઈ ખંચકાટ વગર જોહરને પસંદ કર્યા.

કહેવાય છે કે, ભણસાલી રણવીર સિંહને લઈને કોઈક ફિલ્મ બનાવવા માગે છે અને એની હિરોઈન તરીકે એમને આલિયા વધારે પસંદ પડી હતી, પણ આલિયાએ એક જ ઝાટકે ના પાડી દીધી છે.

વાસ્તવમાં, આ બીજી વાર આલિયાએ ભણસાલીને રીજેક્ટ કર્યાં છે. ભૂતકાળમાં, જ્યારે આલિયા 11 વર્ષની હતી ત્યારે ભણસાલીએ એને ‘હમારી જાન હો તુમ’ ફિલ્મ માટે ઓફર કરી હતી. એ ફિલ્મ બાલિકા વધુ પર આધારિત હતી, પણ આલિયાએ એ ફિલ્મ કરવાની ના પાડતાં એ પ્રોજેક્ટ આગળ વધ્યો જ નહોતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]