હેપ્પી બર્થડે પ્રિયંકા ચોપરા; બોલીવૂડથી હોલીવૂડ સુધીની ‘સ્ટાઈલિશ’ સફર…

1982ની 18 જુલાઈએ જમશેદપુરમાં જન્મેલી બોલીવૂડની અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે. 2000ની સાલમાં 18 વર્ષની ઉંમરે ‘મિસ વર્લ્ડ’ તાજ જીત્યા બાદ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતાવેંત પોતાનું સ્થાન જમાવી દેવામાં સફળ રહેલી અને હવે હોલીવૂડ તેમજ અમેરિકન ટીવી સિરીઝમાં પણ પોતાનાં અભિનય દ્વારા આગવી છાપ ઊભી કરનાર પ્રિયંકાને તેના જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છા.

પ્રિયંકાએ 2003માં ‘ધ હીરોઃ લવ સ્ટોરી ઓફ અ સ્પાય’ ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. એ ફિલ્મમાં તે સની દેઓલની હીરોઈન બની હતી. એ જ વર્ષમાં ‘અંદાઝ’ ફિલ્મ માટે એને બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મેળવ્યો હતો.

‘ફેશન’ ફિલ્મે પ્રિયંકાની કારકિર્દીને તેજ ગતિ આપી હતી. એ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ નિવડી હતી.
ઋતિક રોશન સાથે ‘ક્રિશ’ અને ‘ક્રિશ 3’ ફિલ્મો કરીને એ બાળકોમાં પણ પ્રિય બની હતી.

અમેરિકાની ટેલિવિઝન સિરીઝ ‘ક્વેન્ટિકો’માં એને મહત્ત્વની ભૂમિકા મળી અને તે અમેરિકામાં ઘર-ઘરમાં જાણીતી થઈ.

2016ના ઓસ્કર એવોર્ડ્સ કાર્યક્રમમાં એને એવોર્ડ પ્રેઝન્ટર તરીકે સ્ટેજ પર ઉપસ્થિત રહેવાની તક મળી, તો 2017માં ‘બેવોચ’માં અભિનય કરીને એણે હોલીવૂડમાં પણ પોતાની એક્ટિંગથી સૌને પ્રભાવિત કરી દીધાં.

બર્થડે પર ‘બાજીરાવ મસ્તાની’ની ‘કાશીબાઈ’ પ્રિયંકાનાં ડાયલોગ્સની એક ઝલક…

httpss://twitter.com/ErosNow/status/1019288124034355201

 

‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના  1-15 જાન્યુઆરી, 2004ના અંકમાં પ્રકાશિત વિગત અનુસાર જાણો પ્રિયંકાના શોખ વિશે…

જન્મઃ 18 જુલાઈ, 1982

માતા-પિતાઃ નિવૃત્ત કેપ્ટન ડો. અશોક ચોપરા અને ડો. મધુ ચોપરા

બહુત દુનિયા દેખી હૈઃ પિતા આર્મીમાં હોવાને કારણે મા-બાપ સાથે ઉત્તરમાં લેહ-લડાખ, દક્ષિણે કેરળ, પશ્ચિમે મુંબઈ તથા પૂર્વમાં જમશેદપુર ખાતે રહી ચૂકી છે. આ સિવાય લખનઉ, બરેલી તથા બોસ્ટન (અમેરિકા)નો વસવાટ તો ખરો જ.

શોખઃ અભિનય તો ખરો જ. બાકી ખાનગી વાત એ છે કે આ યુવતી ગાયિકા હોવા ઉપરાંત કવયિત્રી પણ છે.

પેટ નેમઃ બે છે. એક છે સનસાઈન અને બીજું, મીમી.

એક વિશિષ્ટ ઈચ્છાઃ ઉડતા વિમાનમાંથી પેરેશૂટ પહેરીને કૂદવું છે.

લકી વસ્તુઃ પોતાનું બ્રેસલેટ, જેના પર લખ્યું છેઃ ઓમ નમઃ શિવાય.

પોતાની નબળાઈ વિશેઃ હું લાંબા સમય સુધી ગંભીર નથી રહી શકતી.

પોતાનો પ્લસ પોઈન્ટઃ મારામાં હિંમત બહુ છે.

પ્રિય ફિલ્મોઃ પ્રેટી વુમન તથા વોક ઈન ધ ક્લાઉડ્ઝ.

પ્રિય કલાકારોઃ મેલ ગિબ્સન અને કિશોરકુમાર.

ગમતી બાબતોઃ હોટ ચોકલેટ, પુરુષનાં કસાયેલાં બાવડાં.

શું ન ગમેઃ ગંધાતા શૂઝ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]