બોલીવુડમાં એન્ટ્રી કરશે સ્વ.શશી કપૂરનો પૌત્ર ઝહાન

મુંબઈઃ નિર્માતા હંસલ મહેતા એમની નવી થ્રિલર ફિલ્મમાં કપૂર ખાનદાનના ઝહાન પૃથ્વીરાજ કપૂરને ચમકાવશે, જેની કારકિર્દીની તે પહેલી જ ફિલ્મ હશે. ઝહાન મહાન અભિનેતા સ્વ. શશી કપૂરનો પૌત્ર છે અને કુણાલ કપૂર-શીના કપૂરનો પુત્ર છે.

કુણાલ કપૂર, ઝહાન કપૂર, સ્વ. શશી કપૂર

અનુભવ સિન્હા આ ફિલ્મના સહ-નિર્માતા છે. હંસલ મહેતાએ કહ્યું કે, હું મારી ફિલ્મમાં નવા ચહેરાને ચમકાવવા માગતો હતો. ઝહાનની પસંદગી એની ટેલેન્ટ અને કાબેલિયતના આધારે કરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]