આયશાએ ‘ગેન્ગ’ની પિટાઈ કરી મને બચાવ્યો હતોઃ જેકી

મુંબઈઃ જેકી શ્રોફ હાલમાં ‘ડાન્સ દીવાને 3’માં સુનીલ શેટ્ટીની સાથે આવ્યો હતો. જેકીએ હાલમાં તેની પત્ની આયશા શ્રોફની અજાણી બાજુનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે એક વાર તેને અને તેના મિત્રને મારવા એક ‘ગેન્ગ’ મારવા આવી, ત્યારે તેણે અમને બચાવ્યા હતા. ‘ડાન્સ ડીવાને 3’ના હોસ્ટ રાઘવ જુયાલે જેકી શ્રોફને અને તેના કો-ગેસ્ટને પૂછ્યું કે તેઓ તેમની પત્નીઓથી ડરે છે, ત્યારે બંને જણે હા કહી હતી. જેકી શ્રોફે આયશા શ્રોફ સાથે અને સુનીલે માના શેટ્ટી સાથે લગ્ન કર્યાં છે.

એ કિસ્સા વિશે જેકીએ વિસ્તારથી બતાવ્યું હતું. જ્યારે તેણે આયશાએ કેટલાક ગુંડાઓની માર્યા હતા, ત્યારથી તે તેનાથી ડરે છે. ઝૂમના અહેવાલ મુજબ તેણે કહ્યું હતું કે ખાલી નામ દાદા છે ભીડુ, હું હંમેશાં આયેશાથી ડરતો રહ્યો છું, આજથી નહીં પહેલાંથી. મેં મારી પત્નીને નેપિયન સી રોડ પર લડાઈ કરતા જોઈ છે (હું હંમેશાં મારી પત્નીથી ડરતો રહું છું, મેં તેને એક મિત્ર માટે નેપિયન સી રોડ પર લડતા જોઈ હતી).

મારા મિત્ર અને મારાથી કંઈક એવું થયું હતું કે અમને મારવા એક મોટી ‘ગેંગ’ અમને મારવા આવી હતી. એ વખતે મારી પત્નીને પહેલી વાર મેં મારતા જોઈ, ત્યારથી હું તેનાથી ડરું છું, એમ તેણે કહ્યું હતું.

આયશા પહેલી વાર જેકીને મળી, ત્યારે તેની ઉંમર 13 વર્ષની હતી. તેમણે 1987માં લગ્ન કર્યાં હતાં અને તેમને બે બાળકો- ટાઇગર શ્રોફ અને કૃષ્ણા શ્રોફ છે. જેકીને હાલમાં ‘રાધેઃ મોસ્ટ વોન્ટેડ ભાઈ’માં સલમાન ખાન અને દિશા પટ્ટણી અને રણદીપ હુડ્ડા સાથે જોવા મળ્યો હતો. ફિલ્મને ક્રિટિક્સે નુકસાન પહોંચાડ્યું હતું. તેની આગામી ફિલ્મ ‘સૂર્યવંશી’ છે, જેમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે.