ફિલ્મ નિર્માતાઓને એમની સંસ્થા મફતમાં કોરોના-રસી આપશે

મુંબઈઃ ઈન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યૂસર્સ એસોસિએશન (IMPPA) તરફથી આજે જાહેરાત કરવામાં આવી છે કે તે એના તમામ સભ્યો માટે કોરોના રસીકરણ ઝુંબેશનું આયોજન કરશે. તારીખ હજી જાહેર કરવાની બાકી છે, પરંતુ એ 15 કે 16 જૂન હશે.

IMPPAના સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે અમે અમારા જે સભ્યો નિશ્ચિત કરેલું ફોર્મ ભરીને અમને મોકલશે એમને મફતમાં કોરોના રસી આપીશું. રસીકરણ કાર્યક્રમ આવતી 15 કે 16 જૂને સંસ્થાના કાર્યાલયમાં યોજવામાં આવશે. સભ્યોએ એમના આધાર કાર્ડ નંબર અને પર્સનલ ફોન નંબર પણ ફોર્મમાં દર્શાવવાનો રહેશે. વહેલો-તે-પહેલો ધોરણે 500 સભ્યોને રસી આપવામાં આવશે. જે સભ્યો એમનાં જીવનસાથીને પણ રસી અપાવવા માગતા હોય તેમણે ફોર્મ ભરતી વખતે એડવાન્સમાં વ્યક્તિદીઠ રૂ. 1,000 ચૂકવવાના રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]