સલમાનની ભાણેજ અલિજે, સની-પુત્ર રાજવીરનું સાથે ફિલ્મી-પદાર્પણ

મુંબઈઃ છેલ્લા ઘણા સમયથી સલમાન ખાનની બહેન અલવિરા ખાન અને અતુલ અગ્નિહોત્રીની પુત્રી અલિજેના બોલીવૂડમાં ‘ડેબ્યુ’ની ચર્ચા ચાલી રહી છે. અલિજે સૂરજ બડજાત્યાના પુત્ર અવનીશના ડિરેક્શનમાં બનનારી પહેલી ફિલ્મથી ‘ડેબ્યુ’ કરી શકે છે. આ ફિલ્મમાં સની દેઓલના નાના પુત્ર રાજવીર પણ બોલીવૂડમાં ‘ડેબ્યુ’ કરશે. જોકે આ ફિલ્મની સત્તાવાર ઘોષણા નથી થઈ.

એ એક મલ્ટિ-સ્ટારર રોમેન્ટિક-કોમેડી ફિલ્મ હશે અને એમાં કેટલાક યંગ સ્ટારકિડ્સ નજરે ચઢશે. રાજશ્રી પ્રોડક્શન્સના સૂરજ બડજાત્યા પહેલાં જ કહી ચૂક્યા છે કે તેમના પુત્ર અવનીશ ડિરેક્શનમાં ટૂંક સમયમાં ‘ડેબ્યુ’ કરે એવી શક્યતા છે. આ સિવાય અતુલ અગ્નિહોત્રીની પુત્રી અલિજેના બોલીવૂડ ‘ડેબ્યુ’ની ચર્ચા પણ ઘણા સમયથી ચાલી રહી છે, એમ કેટલાક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. 

આ પહેલાં અલિજે સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ 3’થી ડેબ્યુ કરે એવી શક્યતા છે. જોકે આ સમાચારને અતુલ અગ્નિહોત્રીએ પાયાવિહોણા જણાવ્યા હતા. અલિજેને કેટલીય વાર સલમાન ખાનની ફેમિલીના ફંક્શન્સમાં જોવા મળી હતી અને તેના ગ્લેમરસ લુક્સ જોયા પછી તેના બોલીવૂડ ‘ડેબ્યુ’ની ચર્ચા ચાલતી રહે છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]