18 રાજ્યોમાં કોરોના-વાઇરસના 771 વેરિયન્ટ મળ્યા: સરકાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે અને આવામાં સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું કોરોના કેસ વધવાનું કારણ વાઇરસ મ્યુટેશન છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાઇરસના 771 વેરિયેન્ટ મળ્યા છે. વાઇરસ ડબલ એટેક કરી રહ્યો છે, જેને કારણે કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. હવે રોગ પ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) પણ કોરોનાથી બચાવ નથી કરી રહી.

કોરોનાના 771 વેરિયેન્ટ

આરોગ્ય મંત્રાલયે 10 નેશનલ લેબ્સનું ક ગ્રુપ બનાવ્યું હતું. એ ગ્રુપ કોરોના વાઇરસના અલગ-અલગ વેરિયેન્ટ એટલે કે જિનોમ સિક્વેંન્સિંગ કરી રહ્યું છે. દેશમાં કોરોના વાઇરસના 10,787 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યાં હતા, જેમાં 771 અલગ-અલગ વેરિયેન્ટ પકડમાં આવ્યા હતા. આમાં 736 સેમ્પલ યુકે એટલે કે બ્રિટન કોરોના વાઇરસના વેરિયેન્ટવાળાં છે. જ્યારે 34 સેમ્પલ સાઉથ આફ્રિકા અને એક સેમ્પલ બ્રાઝિલવાળા કોરોના વેરિયેન્ટનું છે.

વધુ ઝડપથી મ્યુટેટ કરી રહ્યો છે વાઇરસ

આ એ લોકોનાં સેમ્પલ હતાં, જે આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરીને આવ્યા હતા અથવા એવા લોકોના સંપર્કમાં આવેલા લોકોના હતા. તપાસમાં એક વાત માલૂમ પડી હતી કે ડિસેમ્બર, 2020ની તુલનામાં હવે વાઇરસ વધુ મ્યુટેટ કરી રહ્યા હતા. આ મ્યુટેશનથી બનેલા વાઇરસના સંક્રમણ ઝડપથી પ્રસરી રહ્યા છે અને એના પર ઇમ્યુનિટીની અસર ઓછી થઈ રહી છે. જેનો અર્થ એ થયો કે વાઇરસ ડબલ એટેક કરી રહ્યો છે.

તપાસ માટે મોકલવામાં આવેલા 771 સેમ્પલમાં 20 ટકા વાઇરસ આ પ્રકારના મ્યુટેશનવાળા માલૂમ પડ્યા હતા. કેરળના 14 જિલ્લાથી 2032 સેમ્પલ સિક્વેસિંગ કરવામાં આવી હતી, જેમાંથી 11 જિલ્લામાં 123 સેમ્પલ એવા મળ્યા હતા, જેના પર વ્યક્તિની ઇમ્યુનિટીની અસર નથી થતી.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]