કંગના સામે કોપીરાઈટ-ભંગ કેસ નોંધવાનો મુંબઈ-પોલીસને આદેશ

મુંબઈઃ કશ્મીરનાં વીરાંગના રાણી દિદ્દાનાં જીવન પર આધારિત હિન્દી ફિલ્મ બનાવવાની જાહેરાત કરનાર બોલીવૂડ અભિનેત્રી કંગના રણોતે કોપીરાઈટ ભંગ કર્યો હોવાનો ‘દિદ્દાઃ ધ વોરિયર ક્વીન ઓફ કશ્મીર’ અંગ્રેજી પુસ્તકના લેખકે આરોપ મૂક્યો છે. આ કેસમાં મુંબઈની એક અદાલતે આજે શહેરની પોલીસને આદેશ આપ્યો છે કે તે કંગના સામે ગુનો નોંધે.

આશિષ કૌલે લખેલા ઉક્ત અંગ્રેજી પુસ્તકનો ‘કશ્મીર કી યોદ્ધા રાની દિદ્દા’ તરીકે હિન્દીમાં અનુવાદ કરાયો છે. કૌલનો આરોપ છે કે કંગના રણોતે કોપીરાઈટ નિયમોનો ભંગ કર્યો છે, કારણ કે દિદ્દાની જીવનકથાના એક્સક્લુઝિવ કોપીરાઈટ પોતાની પાસે છે. દિદ્દા લોહાર (પૂંચ – જે હાલ જમ્મુ-કશ્મીરમાં છે) તેનાં રાજકુમારી હતાં અને કશ્મીરનાં રાણી તરીકે પ્રખ્યાત થયાં છે. કંગનાએ ગયા જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે તે નવી ફિલ્મનું નામ છેઃ ‘મણિકર્ણિકા રિટર્ન્સઃ ધ લીજેન્ડ ઓફ દિદ્દા’.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]