દિલીપ કુમારની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ

0
732

મુંબઈ – હિન્દી ફિલ્મોના પીઢ અભિનેતા દિલીપ કુમારને આજે બાન્દ્રા (વેસ્ટ)ની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

એમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર મૂકવામાં આવેલા સંદેશામાં જણાવ્યું છે કે દિલીપ કુમારને છાતીમાં ઈન્ફેક્શન લાગુ પડવાથી ગભરામણ થતાં એમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સંદેશામાં એમ પણ જણાવાયું છે કે દિલીપ કુમારનો ઉપચાર ચાલુ છે. એ સાજા થઈ જાય એવી પ્રાર્થના અને દુઆ કરવાની એમના પ્રશંસકોને અપીલ પણ કરવામાં આવી છે.

httpss://twitter.com/TheDilipKumar/status/1037289605215739904