‘સિંઘમ અગેન’માં ‘લેડી સિંઘમ’ બનશે દીપિકા

મુંબઈઃ દિગ્દર્શક રોહિત શેટ્ટીએ જાહેરાત કરી છે કે એમની ‘સિંઘમ અગેન’ ફિલ્મમાં દીપિકા પદુકોણ હશે હિરોઈન. તે મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર ‘લેડી સિંઘમ’નો રોલ કરશે. દીપિકા આ પહેલી જ વાર કોઈ ફિલ્મમાં મહિલા પોલીસનાં રોલમાં જોવા મળશે. રોહિત શેટ્ટી આ પહેલાં દીપિકા સાથે ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ બનાવી ચૂક્યા છે. શેટ્ટીની ‘સિંઘમ’ ફિલ્મમાં હિરો અજય દેવગન હતો અને ‘સિંઘમ અગેન’માં એ જ હિરો રહેશે.

‘સિંઘમ અગેન’માં લેડી કોપનાં રોલમાં દીપિકાની પસંદગીની જાહેરાત કરવા સાથે શેટ્ટીએ કહ્યું છે કે, ‘દીપિકા મારી કોપ યૂનિવર્સની બોમ્બ છે. અમે આવતા વર્ષે આ ફિલ્મ પર કામ શરૂ કરીશું.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]