મુંબઈઃ બોલીવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના સોશિયલ મિડિયા પર થઈ રહેલા બોયકોટ છતાં ફિલ્મે પહેલા દિવસે ધૂમ કમાણી કરી છે. આ ફિલ્મને પૂરી થવામાં વર્ષો લાગ્યાં છે અને એનો ખર્ચ રૂ. 410 કરોડ થયો છે, પણ આ ફિલ્મનું મોટે પાયે પ્રમોશન કરવામાં આવ્યું છે. જેથી પ્રારંભના રિપોર્ટ ઘણા સકારાત્મક છે. આ ફિલ્મે રૂ. 36.50 કરોડથી રૂ. 38.50 કરોડનું કલેક્શન કર્યું છે. જોકે આ અંદાજિત આંકડો છે.
‘બ્રહ્માસ્ત્ર’એ ઓપનિંગ ડે કલેક્શનમાં ‘સંજુ,’ ‘ટાઇગર જિંદા હૈ,’ ‘ધૂમ-3’ને પાછળ છોડી છે. આ પહેલાં ફિલ્મ ‘સૂર્યવંશી’એ રૂ. 37 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ ત્રણ દિવસમાં રૂ. 100 કરોડની ક્લબમાં સામેલ થવાની શક્યતા છે.‘બ્રહ્માસ્ત્રે’ મોર્નિંગ શોમાં 40-50 ટકા ઓક્યુપન્સી દેખાડી છે, જે રોગચાળા પછી કોઈ પણ હિન્દી ફિલ્મ માટે સૌથી વધુ છે, પણ એ હજી ફિલ્મ ‘સંજુ’થી નીચે છે. જોકે કરણ જોહરે આ ફિલ્મની કમાણી રૂ. 75 કરોડ દર્શાવી છે.
Humbled…grateful…yet can’t control my excitement! Thank you♥️ #Brahmastra pic.twitter.com/00pl9PGO5K
— Karan Johar (@karanjohar) September 10, 2022
જોકે બોલીવૂડ એક્ટ્રેસ કંગના રણોત તેના બિનધાસ્ત અંદાજ માટે જાણીતી છે. કંગનાએ ભટ્ટ અને કપૂર પરિવાર પર નિશાન સાધતાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં દાવો કર્યો હતો કે ‘બ્રહ્માસ્ત્ર’ના મેકર્સે મુવી રિવ્યુ ખરીદ્યા છે. તેઓ ફેક બોક્સ ઓફિસ કલેક્શન પણ કરે એવી શકે છે.
તેમણે એડવાન્સ બુકિંગમાં કોર્પોરેટ ટિકિટ ખરીદવા માટે એક મોટી રકમ ખર્ચ કરી છે. એક્ટ્રેસ જણાવ્યું હતું કે ડિરેક્ટર અયાન મુખરજીએ ‘બ્રહ્માસ્ત્ર’ બનાવવા માટે રૂ. 600 કરોડ ખર્ચ કર્યા છે અને આ ફિલ્મ બનાવવામાં 12 વર્ષ લાગ્યાં છે. ‘બ્રહ્માસ્ત્ર’ના નિર્માતાઓએ દક્ષિણ અભિનેતાઓ અને ડિરેક્ટરોથી આ ફિલ્મના પ્રમોશન માટે ભીખ માગી છે.