મોદીના શપથવિધિ સમારોહમાં કંગના, અનુપમ ખેર, અનિલ કપૂરની હાજરી

નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બીજી વાર વડા પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. સાંજે 7 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથવિધિ સમારોહ યોજવામાં આવનાર છે. એમાં હાજર રહેવાનું દેશના ફિલ્મ ઉદ્યોગની અનેક જાણીતી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

રજનીકાંત, કંગના રણૌત, અનિલ કપૂર, કરણ જોહરને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સૌએ મોદીને એમની આગળની રાજકીય સફરમાં સફળતા મળે એવી શુભેચ્છા વ્યક્ત કરી છે.

કંગનાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, વડા પ્રધાનને મારી શુભેચ્છા છે. મને આશા છે કે એ તેમની કામગીરી આસાનીથી અને સરળતાપૂર્વક બજાવી શકશે. એમની પાસેથી ગણી અપેક્ષાઓ છે… તેથી એ સફળ થાય એવી મારી શુભેચ્છા છે. એ જે કોઈ ધ્યેય નક્કી કરે, એ તમામને સિદ્ધ કરવામાં એ સફળ રહે એવી મારી શુભેચ્છા છે.

‘મણિકર્ણિકાઃ ક્વીન ઓફ ઝાંસી’ ફિલ્મની અભિનેત્રી કંગના પીએમ મોદીની સમર્થક છે.

એણે કહ્યું છે કે મારો સપોર્ટ તો એમને કાયમ રહ્યો છે, પણ તે એવા વડા પ્રધાન છે જેમને આખો દેશ ચાહે છે અને સપોર્ટ કરે છે. એમની જીત સંપૂર્ણપણે એમની સખત મહેનતનું પરિણામ છે.

ફિલ્મ નિર્માતા રાકેશ ઓમપ્રકાશ મહેરા પણ શપથવિધિ સમારોહમાં હાજરી આપવા દિલ્હી આવી પહોંચ્યા છે.

મહેરાએ કહ્યું કે માનનીય વડા પ્રધાન મોદી અને એમના કેબિનેટના સાથીઓ દેશની સેવા બજાવવા માટે શપથ ગ્રહણ કરવાના છે. આ ઐતિહાસિક અવસરમાં સહભાગી થવાનું મને સદ્દભાગ્ય સાંપડ્યું છે.

પીઢ અભિનેતા અનુપમ ખેરે અનિલ કપૂર સાથેની પોતાની તસવીર સોશિયલ મિડિયા પર શેર કરી છે. એમણે લખ્યું છે કે, મેં અને અનિલ કપૂરે હંમેશને માટે મિત્રો રહેવાના લાંબા સમય પહેલાં શપથ લીધા હતા. આજે અમે બેઉ જણ એક અન્ય શપથવિધિમાં હાજરી આપવા દિલ્હી આવ્યા છીએ. જય હો.

httpss://twitter.com/AnupamPKher/status/1133907130128445440?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1133907130128445440&ref_url=httpss%3A%2F%2Fwww.tribuneindia.com%2Fnews%2Flife-style%2Fkangana-ranaut-anupam-kher-anil-kapoor-are-all-set-to-attend-pm-modi-s-swearing-in-ceremony%2F780589.html

અનિલ કપૂરના મોટા ભાઈ, નિર્માતા બોની કપૂર પણ શપથવિધિ સમારોહમાં હાજરી આપવાના છે.

પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાના પ્રમુખ સિદ્ધાર્થ રોય કપૂર પણ શપથવિધિમાં હાજર રહેવાના છે. ફિલ્મ ઉદ્યોગ માટે વધારે સારા લક્ષ્યાંકો સિદ્ધ કરી શકાય એ માટે રોય કપૂર કેન્દ્ર સરકાર સાથે સહયોગમાં છે.

શપથવિધિમાં હાજર રહેવાને મેગાસ્ટાર રજનીકાંતે સમર્થન આપ્યું છે.

અક્ષય કુમાર, આમિર ખાન, હૃતિક રોશન અને સલમાન ખાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ અક્ષય, આમિર અને હૃતિક વિદેશ ગયા છે.