ફેમિલી વેડિંગ પ્રસંગે પારંપરિક લુકમાં સજ્જ થઈ સુહાના ખાન

નવી દિલ્હી – બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન એની ફેશન સેન્સને માટે આજકાલ સોશિયલ મિડિયા પર છવાયેલી રહે છે. હાલમાં જ એક લગ્ન પ્રસંગે તે પારંપરિક વસ્ત્રોમાં બહુ જ સુંદર રીતે સજ્જ થયેલી જોવા મળી હતી.

સુહાના ફેશનમાં પોતાની આગવી છાપ ઉભી કરી રહી છે. પરંપરાગત વસ્ત્રોમાં પણ એ અલગ તરી આવતી હોય છે. હાલમાં સુહાના તેની પિતરાઈ (મામાની દીકરી) બહેન આલિયા છીબા (ગૌરીના ભાઈ વિક્રાન્ત છીબાની દીકરી)નાં લગ્ન મહેંદી પ્રસંગે સુંદર રીતે તૈયાર થઈ હતી. સુહાનાએ પિસ્તા કલરના ટ્રેડિશનલ સલવાર કમીઝ પહેર્યાં હતા અને એની ઉપર ઓઢણી લીધી હતી. હાથોમાં મહેંદી લગાડી છે. બહુ જ ઓછા મેક-અપમાં પણ તે આકર્ષક લાગી રહી છે.

સુહાનાની પિતરાઈ બહેને ઈન્સ્ટાગ્રામ ઉપર પોતાના મહેંદી ફંક્શનની તસવીરો મૂકી છે. તેમાં સુહાના અને આલિયા હળવી પળો માણતી જોવા મળે છે. બંને બહેનનું આપસનું સરસ ટ્યુનિંગ તસવીરોમાં દેખાઈ રહ્યું છે.

સુહાના જે હાલમાં જ લંડનમાં ભણતર મેળવીને આવી છે, તેને બોલીવૂડમાં એનાં પિતા શાહરૂખની જેમ સ્થાન બનાવવું છે. જો કે શાહરૂખ ઈચ્છે છે કે સુહાના બોલીવૂડમાં એન્ટ્રી કરતાં પહેલાં તેનું ભણતર પૂરૂં કરે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]