સ્વ. અટલબિહારી વાજપેયીના જીવન પરથી બનાવાશે ફિલ્મ

મુંબઈઃ દિવંગત વડા પ્રધાન અટલબિહારી વાજપેયીનાં જીવન પર આધારિત એક હિન્દી ફિલ્મ બનાવવા માટે નિર્માતાઓ વિનોદ ભાનુશાલી અને સંદીપ સિંહે હાથ મિલાવ્યા છે.

આ બાયોપિક ફિલ્મને નામ આપવામાં આવ્યું છે, ‘મૈં રહૂં યા ના રહૂં, યે દેશ રહના ચાહિયે – અટલ.’ આ ફિલ્મ લેખક ઉલેખ એન.પી. દ્વારા લિખિત પુસ્તક ‘ધ અનટોલ્ડ વાજપેયીઃ પોલિટીશિયન એન્ડ પેરાડોક્સ’નું ફિલ્મ રૂપાંતરણ હશે. નિર્માતાઓ ટૂંક સમયમાં જ વાજપેયીનું પાત્ર ભજવનાર અભિનેતા અને દિગ્દર્શકનાં નામ જાહેર કરશે. ફિલ્મનું શૂટિંગ 2023ના આરંભમાં શરૂ થશે અને ફિલ્મ 2023ના નાતાલ તહેવારમાં રિલીઝ કરાશે. ભારત રત્ન અટલબિહારી વાજપેયીનો જન્મદિવસ 25 ડિસેમ્બરે આવે છે.